ઓપરેશન મહાદેવ 22 મેના જ ચાલું થઈ ગયુ હતું: ગૃહમંત્રીનો ઘટસ્ફોટ
લોકસભામાં વિપક્ષ પર અમિત શાહની સર્જીકલ સ્ટ્રાઈક: કોંગ્રેસ સત્તામાં હતી,
ત્યારે આતંકીઓ પાકિસ્તાન ભાગી જતાં, અમે પહેલગામના આતંકીઓને ઠાર માર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે બૈસરન ઘાટીમાં આપણા 26 પ્રવાસીઓને મારનારા આતંકવાદીઓ સોમવારે માર્યા ગયા છે. ગૃહમંત્રી શાહે કહ્યું- પહેલગામમાં લોકોને તેમનો ધર્મ પુછીને પરિવારની સામે મારી નાખવામાં આવ્યા હતા. બૈસરન ઘાટીમાં હુમલો કરનારા ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- પહેલગામમાં પાકિસ્તાન દ્વારા નિર્દોષ લોકોને માર્યા ગયા. ભારતે ઓપરેશન સિંદૂર માટે મંજુરી આપી અને સેનાએ પાકિસ્તાની ઠેકાણાઓને ઉડાવી દીધા, હું આનો જવાબ આપવા માટે ઉભો થયો છું. પહેલગામમાં પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની ક્રૂર હત્યાની હું સખત નિંદા કરું છું. માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. ગઈકાલથી (28 જુલાઈ) શાસક પક્ષ અને વિપક્ષ બંને ગૃહમાં આ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ અંગે મુક્ત ચિંતન હોવું જોઈએ. ભવિષ્યમાં આવી ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય તે અંગે પણ વિચારણા થવી જોઈએ. હું સમગ્ર દેશને ‘ઓપરેશન મહાદેવ’ વિશે માહિતી આપવા માંગુ છું.
શાહે કહ્યું કે ગઈકાલે ઓપરેશન મહાદેવમાં, સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકવાદી સુલેમાન, ફૈઝલ અફઘાન અને જિબ્રાન માર્યા ગયા છે. સુલેમાન લશ્કરનો કમાન્ડર હતો. આના ઘણા પુરાવા છે. અફઘાન અને જિબ્રાન અ કેટેગરીના આતંકવાદી હતા. ત્રણેય પહેલગામ હુમલાના આતંકવાદી હતા અને ત્રણેય માર્યા ગયા હતા.
મંગળવારે, લોકસભામાં સતત બીજા દિવસે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. વિપક્ષ વતી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ પણ બોલશે.
ગૃહમંત્રીએ જણાવ્યું કે આતંકીઓને કેવી રીતે ઘેરી લેવામાં આવ્યા અને માર્યા ગયા
23 એપ્રિલે નિર્ણય લેવામાં આવ્યો હતો કે હત્યારાઓ ભાગી ન શકે
22 મેના રોજ ઈંઇને સંકેતો મળ્યા
22 મેથી 22 જુલાઈ સુધી પ્રયાસો ચાલુ રહ્યા: સેનાના જવાનો ઊંચાઈ પર સિગ્નલ મેળવવા માટે ફરતા રહ્યા
22 જુલાઈના રોજ સેન્સર દ્વારા આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ થઈ અને 28 જુલાઈના રોજ તેમને ઠાર મારવામાં આવ્યા
આતંકવાદીઓના મૃતદેહો ત્રણ લોકોએ ઓળખ્યા
કારતુસની ઋજક તપાસ કરાવી
ગઈકાલે ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી એક અમેરિકન અને બે અઊં-47 રાઈફલ મળી આવી હતી, કારતુસ પણ મળી આવ્યા હતા: આ કારતુસ ચંદીગઢ મોકલાયા અને મેચિંગ પછી, પુષ્ટિ થઈ કે પહેલગામ હુમલો આ રાઈફલોથી કરવામાં આવ્યો હતો
અમારી પાસે પુરાવા છે, જે હું ગૃહ સમક્ષ રજૂ કરીશ. અમારી પાસે માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી બેના વોટર નંબર પણ છે. તેઓ પાકિસ્તાની આતંકવાદી હતા.
ચિદમ્બરમ એન્ડ કંપનીના જમાનાના 8 આતંકવાદીઓ ઠાર કર્યા
અમિત શાહે કહ્યું કે, આતંકવાદી મોહમ્મદ યુસુફ અઝહર, મોહમ્મદ જમીલ અને અન્ય લોકો માર્યા ગયા હતા. તેમણે ગૃહમાં આતંકીઓના નામ પણ જણાવ્યા અને કહ્યું કે ગઈકાલે તેઓ (વિપક્ષી સાંસદો) મને પૂછી રહ્યા હતા કે પહેલગામના આતંકીઓ ક્યાં ગયા હતા. આ 10 નામોમાંથી, 8 નામ ચિદમ્બરમ એન્ડ કંપનીના જમાનામાં આતંકવાદી કૃત્યો કરતા હતા. અમારી સેનાએ તેમને પકડી પકડીને ઠાર માર્યા છે.