વિવિધ ધાર્મિક કાર્યક્રમો, રાજ્યના મંત્રી-સાંસદ-ધારાસભ્ય હાજરી આપશે
રાજકોટ રૈયા રોડ સ્થિત રામેશ્ર્વર મહાદેવ મંદિરે ગણપતિ મહોત્સવના પાવન પ્રસંગે જીવનનગર કા વિઘ્નહર્તાનું ભાવપૂર્વક સ્થાપન કરતી આસ્થાળુઓની ઝલક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ અને મહાદેવધામ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટના જીવનનગર વિસ્તારમાં ગણપતિ મહોત્સવનું ભાવપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું. પૂજન-અર્ચન અને આરતી સાથે વિઘ્નહર્તા બપ્પાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું કે સાદાઈપૂર્વક મૂર્તિ સ્થાપન કરવામાં આવ્યું હતું. મહોત્સવના શણગાર-સુશોભનની જવાબદારી વિનોદરાય જે. ભટ્ટે સંભાળી શ્રદ્ધાળુઓને આકર્ષવા યોગ્ય વાતાવરણ સર્જ્યું. દીપમાળા, મહાઆરતી અને પૂજનવિધિમાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે દર વર્ષે શ્રદ્ધાળુઓની ભાવના મુજબ મહોત્સવ ઉજવાય છે. ઘોંઘાટ વગરની શાંતિપૂર્ણ ઉજવણીમાં અબીલ-ગુલાલ અને પ્રસાદનો બગાડ ટાળવા ખાસ ધ્યાન અપાય છે. મૂર્તિ વિસર્જન કરવામાં આવતું નથી. દરરોજ સાંજે આરતીમાં રહેવાસીઓ ઉત્સાહથી જોડાય છે.
- Advertisement -
મહોત્સવ દરમિયાન આગામી દિવસોમાં રાજ્યના મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના પદાધિકારીઓ પણ હાજરી આપશે. સમિતિએ માહિતી આપી હતી કે મંદિરમાં અંધશ્રદ્ધા નિવારણનો ખાસ કાર્યક્રમ પણ યોજાશે.સ્થાપન વિધિમાં સમિતિના વિનોદરાય ભટ્ટ, અંકલેશ ગોહિલ, સંજય ધકાણ, અનંતરાય ગોહેલ, શૈલેષભાઈ પુજારા, પંકજભાઈ મહેતા, વિનોદરાય ઉપાધ્યાય, હસુભાઈ મોડેસરા, રાજુ મોડેસરા, વિજયભાઈ જોબનપુત્રા, સંજયભાઈ કરગથરા, પ્રવિણભાઈ જોષી સહિત મહિલા મંડળની સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, નેહાબેન મહેતા, જીગીષાબેન રાવલ, હર્ષાબેન પંડયા, આશાબેન મજેઠીયા, યોગિતાબેન જોબનપુત્રા, અલ્કાબેન પંડયા, ભક્તિબેન ખખ્ખર, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, કુસુમબેન ચૌહાણ, કિર્તીબેન કરગથરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ સાંજે 7 વાગ્યે મહાઆરતીમાં હાજરી આપવા શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.