મધ્ય પ્રદેશના બૈતુલમાં બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ઘટનાસ્થળે જ 11 લોકોના કરૂણ નિધન, એક હજુ ઈજાગ્રસ્ત
શુક્રવારની સવાર મધ્ય પ્રદેશ માટે દુ:ખદ સમાચાર લઈને આવી છે, હજુ સૂર્યની કિરણ ઊગે તે પહેલા પરિવારના દિપક ઓલવાઈ ગયા. ઘટનામાં 11 લોકોના કરૂણ નિધન થયા છે.
- Advertisement -
બૈતુલ જિલ્લામાં ઝલલર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બસ અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ જેમાં 11 લોકોના મૃત્યુ થયા જ્યારે એક યાત્રી હજુ ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. તે યાત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બસ અને કારના અકસ્માતમાં કારના ફૂરચા ઊડી ગયા હતા અને એક્સિડેન્ટ કેટલો ભયાનક હશે તે કારની તસવીર જોઈને અંદાજ લગાવી શકાય છે. બસમાં માત્ર આગળના ભાગમાં નુકસાન થયું છે જ્યારે કારમાં સવાર મોટા ભાગના લોકો ઘટનામાં મૃત્યુ પામ્યા છે.