– અકસ્માતમાં મૃતક પદયાત્રીઓના પરિવારને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય
ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે કે જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે.
- Advertisement -
અરવલ્લીમાં પદયાત્રીઓને ગંભીર અકસ્માત નડ્યો છે. માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 6 પદયાત્રીઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે.

પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
- Advertisement -
જો કે, આ અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આથી, તાત્કાલિક આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 2, 2022
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓના ગંભીર અકસ્માતને લઇ CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.’
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અરવલ્લી જિલ્લાના માલપુર નજીક નડેલ અકસ્માતની ઘટના બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરીને રાજ્ય સરકાર તરફથી પ્રત્યેક મૃતકના પરિવારજનોને ₹4 લાખ તથા ઇજાગ્રસ્તોને ₹50,000 ની સહાય આપવાની જાહેરાત કરી છે.
— CMO Gujarat (@CMOGuj) September 2, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રીઓના મૃત્યુને લઇ પદયાત્રીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરતા મૃતકોના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે તેમજ ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.



