અકસ્માતમાં એક બાળકનું પણ મોત
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના વડોદરામાં આજે સવારે કપૂરાઈ ચોકડી પાસે રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થઈ ગયા છે અને 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું મોત થઈ ગયું છે. ગત 4 ઓક્ટોબરના રોડ દરજીપુરા એરફોર્સ પાસે છકડોરિક્ષા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ બસ રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી એ દરમિયાન વહેલી સવારે 4:00 વાગ્યો ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બાદ ડ્રાઈવર ટ્રેલર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. ખાનગી બસ વહેલી સવારે ઓવરટેક કરતા ઘઉં ભરેલા ટ્રેલરે ધડાકાભેર અથડાઈ હતી જેને કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.



