ગલગોટિયા યુનિવર્સિટીના ગપગોળાને કારણે ભારતને નીચું જોવાપણું
અઈં ઈનોવેશનના નામે ફ્રોડ કરનાર યુનિવર્સિટી સામે કડક કાર્યવાહીની માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
એકતરફ ભારત ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ગતિથી આગળ વધવા માટે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ માટે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ’ભારત મંડપમ’ ખાતે ’ઇન્ડિયા અઈં ઇમ્પેક્ટ સમિટ 2026’ યોજાઈ રહી છે, જોકે ગ્રેટર નોઈડાની એક યુનિવર્સિટીએ સમિટમાં સ્ટોલ પર ચાઈનીઝ રોબોડોગ રજૂ કરતા ભારે વિવાદ ઉભો થયો છે. આ મામલે સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ માફી માંગી લીધી છે. આ સાથે યુનિવર્સિટીને અઈં એક્સ્પોમાંથી બહાર ધકેલી દેવાઈ છે.
યુનિવર્સિટીએ કહ્યું છે કે, સ્ટોલ પર ઉભેલા તેના પ્રતિનિધિ દ્વારા ખોટી માહિતી અપાઈ છે, જેના કારણે લોકોમાં ભ્રમ ઉભો થયો છે. પ્રતિનિધિ પ્રોડક્ટ અંગે કોઈ ચોક્કસ માહિતી જાણતા ન હતા. તેમણે ઉત્સાહમાં આવીને પ્રોડક્ટના ટેકનિકલ સ્રોતની ખોટી માહિતી કહી દીધી હતી. પ્રતિનિધિને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી ન હતી. જોકે ખોટી માહિતી ફેલાવવાનો તેમનો ઈરાદો પણ ન હતો. હવે કંપનીએ ચાઈનીઝ રોબોડોગ મામલે માફી માંગી છે અને આયોજક દ્વારા એક્સ્પોમાંથી યુનિવર્સિટીને બહાર કાઢવાના નિર્ણયને સ્વિકારી લીધો છે. આમ યુનિવર્સિટીએ વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહા સિંહ પર ફોડી દીધું છે.
યુનિવર્સિટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે, ‘એઆઈ સમિટમાં ગડબડ મામલે અમે માફી માંગીએ છીએ. સ્ટોલ પર ઉભેલા અમારા પ્રતિનિધિને પ્રોડક્ટ અંગે ચોક્કસ માહિતી ન હતી. ટેકનિકલ રીતે પ્રોડક્ટનું ઉત્પાદન ક્યાંથી થયું છે, તેની પ્રતિનિધિને માહિતી ન હતી. તેમને પ્રેસ સાથે વાત કરવાનો અધિકાર ન હતો, જોકે કેમેરા સામે આવતા તેઓ ઉત્સાહમાં આવી ગયા અને ખોટી માહિતી આપી દીધી. અમે આયોજકોની ભાવનાઓને સમજીને સ્ટોલ ખાલી કરી દીધો છે.’
વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
અઈં સમિટમાં ગલગોટિયાસ યુનિવર્સિટીએ એક આકર્ષક સ્ટોલ લગાવ્યો હતો. જ્યાં એક રોબોટિક ડોગ કરતબ બતાવી રહ્યો હતો. યુનિવર્સિટીના પ્રતિનિધિઓ અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા પ્રારંભિક દાવાઓમાં આ રોબોટને ‘ગલગોટિયાસના સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વિકસિત’ અને ‘ભારતીય એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો’ ગણાવવામાં આવ્યો હતો. જોકે, ટેકનોલોજીના નિષ્ણાતો અને સતર્ક નેટિઝન્સે તરત જ ઓળખી કાઢ્યું કે, આ રોબોટ ખરેખર ચીની કંપની ‘ઞક્ષશિયિંય છજ્ઞબજ્ઞશિંભત’નું પ્રસિદ્ધ મોડલ ‘ૠજ્ઞ2’ છે. આ રોબોટ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર 2,000થી 3,000 ડોલર (આશરે રૂ.2-3 લાખ)માં સરળતાથી ઉપલબ્ધ છે.
- Advertisement -
ગલગોટિયા યુનિવર્સિટીએ 2.5 લાખમાં રોબોડોગ ખરીદ્યો હતો
દિલ્હીમાં યોજાઈ રહેલ એઆઈ સમિટમાં ગ્રેટર નોઈડાની જાણીતી ગલગોટિયાસ યુનિવર્સિટી (ૠફહલજ્ઞશિંફત ઞક્ષશદયતિશિું) દ્વારા ’ઓરિયન’ (ઘશિજ્ઞક્ષ) નામનો રોબોટ ડોગ રજૂ કરાયો હતો. વાસ્તવમાં આ રોબોડોગ ચીને બનાવેલો હતો અને યુનિવર્સિટીએ તેને માર્કેટમાંથી 2.5 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. યુનિવર્સિટીએ એવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે, આ રોબોટ તેણે પોતે બનાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણે રોબોડોગને 350 કરોડ રૂપિયાની પોતાની અઈં ઊઈઘ જઢજઝઊખનો હિસ્સો ગણાવીને રજૂ કર્યો હતો.



