-‘પઠાન’બાદ બોલિવુડની એકસાથે બે ફિલ્મોને પહેલા દિવસે આવકાર
રજનીકાંત સ્ટારર ‘જેલર’નું પહેલા દિવસે વર્લ્ડવાઈડ રૂા.95.78 કરોડનું કલેકશન: ‘ઓએમજી-2’ને એડલ્ટ સર્ટીફીકેટ મળવાથી કમાણીમાં અસર: ‘ગદર-2’ને મેટ્રો સીટીથી માંડી નાના શહેરોમાં આવકાર
- Advertisement -
ઈન્ડીયન બોકસ ઓફીસ પર શુક્રવારનો દિવસ ધમાકેદાર રહ્યો હતો.આ દિવસે સન્ની દેઓલની ફિલ્મ ‘ગદર-2’ અક્ષરકુમારની ઓહ માય ગોડ-2 અને રજનીકાંતની જેલર વચ્ચે સીધી ટકકર હતી. જેલર ગુરૂવારે રીલીઝ થઈ હતી.જયારે અન્ય બે ફિલ્મો માટે શુક્રવારે ઓપનીંગ ડે હતો. આ ત્રણેય ફિલ્મ્સે શુક્રવારના દિવસે એકંદરે રૂા.75 કરોડનું કલેકશન મેળવ્યુ હોવાનો પ્રાથમિક અંદાજ છે.
બે દાયકા બાદ આવેલી ગદરની સીકવલને અપેક્ષા મુજબ જ બમ્પર ઓપનીંગ મળ્યું છે. ટ્રેડ એકસપર્ટનું કહેવુ છે કે, સનીદેઓલ અને અમીષા પટેલની ફિલ્મને પહેલા દિવસે રૂા.30-35 કરોડનુ કલેકશન મળ્યુ હશે. પહેલા વીકેન્ડમાં જ ગદર 2 રૂા.100 કરોડનો આંક વટાવી જાય તેવી શકયતા છે.
પ્રોડયુસર અને ફિલ્મ બિઝનેસ એકસપર્ટ ગીરીશ જોહરે ઈન્ડીયન બોકસ ઓફીસ માટે 11 ઓગસ્ટને ખુબ જ શુકનીયાળ દિવસ ગણાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે નોર્થ ઈન્ડીયામાં ગદર 2 અને સાઉથમાં જેલરનુ એડવાન્સ બુકીંગ જોઈને આનંદ થાય છે.આ બન્ને ફિલ્મોથી થીયેટર્સને રો સપોર્ટ મળશે.આ શુક્રવારે સાઉથની ફિલ્મ ભોલાશંકર પર આવી છે. કોરોના બાદનાં સમયગાળામાં પ્રથમ વખત આટલી મોટી ફિલ્મો એક સાથે આવી છે. ઈન્ડસ્ટ્રીઝ માટે આ નવી શરૂઆત છે.
- Advertisement -
એડવાન્સ બુકીંગમાં ગદર-2 ની ત્રણ લાખ ટીકીટસ વેંચાઈ હતી. એકઝીબીટર અક્ષય રાઠીને ખાતરી છે કે, ગદર-2 એક દિવસમાં 30 કરોડથી વધુનુ કલેકશન મેળવી લેશે.સનીદેઓલ માટે આ દાયકાની સૌથી વધુ સફળ ગદર-2 હશે.ગદર 2 ના પ્રમોશનમાં મેકર્સે કોઈ કચાશ રાખી નથી. વળી દેશભરમાં 4000 સ્ક્રિન્સમાં આ ફિલ્મ રીલીઝ થઈ છે. સની દેઓલની આ કમબેક ફિલ્મ માટે ઘણી બધી ઉત્સુકતા છે.મેટ્રો શહેરો ઉપરાંત નાના નગરોમાં પણ આ ફિલ્મને શુક્રવારે સારી શરૂઆત મળી છે.
ગદર-2 નો પ્રથમ દિવસ રૂા.25 કરોડથી વધુનો રહેવાનું નિશ્ચિત છે. શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થઈ છે.પર તે રજાનો દિવસ નથી. શનિવાર-રવિવારનાં વીકેન્ડ અને 15 ઓગસ્ટની રજામાં આ ફિલ્મ વધારે મજબુત હશે. તેથી રિલીઝનાં પ્રથમ ત્રણ દિવસમાં જ આ ફિલ્મ રૂા.100 કરોડથી વધુનું કલેકશન મેળવી શકશે.
ફિલ્મનાં વિષય અને સર્ટીફીકેશન મામલે શરૂ થયેલો વિવાદ ઓડ માય ગોડ 2 ને છેક સુધી નડયો છે. તેને એડલ્ટ સર્ટીફીકેટ મળ્યુ હોવાથી સ્વાભાવીકપણે ઓડીયન્સ ઘટયુ છે. ફેમિલી સાથે ફિલ્મ જોવા આવતા લોકો ઓહ માય ગોડ 2 ને જોવાનું ટાળે છે. તેથી આ ફિલ્મ પહેલા દિવસે રૂા.9-10 કરોડનું કલેકશન માંડ મેળવે તેવી શકયતા છે. ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શનું માનવુ છે કે ઓહ માય ગોડ 2 માટે પહેલો દિવસ ખાસ સારો નથી રહ્યો.પરંતુ માઉથ પબ્લીસીટીથી આ ફિલ્મ આગામી દિવસોમાં સારૂ પર્ફોમન્સ કરી શકે છે.
ફિલ્મનાં પ્રમોશનમાં સમય ઓછો મળ્યો હોવાથી પણ ફિલ્મને શરૂઆતનાં દિવસોમાં નુકશાન થઈ શકે છે. રજનીકાંતની જેલર ગુરૂવારે રીલીઝ થઈ હતી.સાઉથની ઈન્ડસ્ટ્રીઝમાં ઓલ ટાઈમ ટોપ-3 ઓપનર્સમાં તેને સ્થાન મળ્યુ છે.પહેલા જ દિવસે જેલરને વર્લ્ડવાઈડ રૂા.95.78 કરોડનું કલેકશન મળ્યુ હતું. તેમાંથી એકલા તામિલનાડુમાં જ રૂા.29.46 કરોડની ઈન્કમ થઈ હતી.
રિલીઝના બીજા દિવસે જેલરને ઈન્ડીયન બોકસ ઓફીસ પર રૂા.40 કરોડથી વધુ કલેકશન મળવાનો અંદાજ છે. ત્રણ મોટી ફિલ્મોની વાત કરીએ તો એકંદરે શુક્રવારનો દિવસ ઈન્ડીયન બોકસ ઓફીસ પર રૂા.75 કરોડથી વધુનું કલેકશન અપાવનારો બની રહેશે.