બોલીવુડ એક્ટર સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’નું નવું ગીત ‘ મૈં નિકલા ગડ્ડી લેકે’ રિલીઝ થઈ ગયું છે. જુઓ આ નવા ટ્વીસ્ટની સાથેનું જૂનું ગીત.
બોલીવુડ એક્ટર સની દેઓલની અપકમિંગ ફિલ્મ ‘ગદર 2’ હાલમાં ઘણી ચર્ચામાં છે. 11 ઑગસ્ટનાં રિલીઝ થનારી આ ફિલ્મનું હાલમાં નવું અને પ્રખ્યાત ગીત ‘ મૈં નિકલા ગડ્ડી લેકે’ રિલીઝ થઈ ગયું છે. ગીતમાં તારા અને સકીનાનું ધમાકેદાર પર્ફોર્મન્સ જોઈને ખુશ થઈ જશો.
- Advertisement -
ગીતમાં શું- શું નવું છે?
સની દેઓલ અને અમીષા પટેલની જોડીનાં વખાણ તો ઠેર-ઠેર થતાં હોય છે. ગદર 2માં પણ તેમની જોડી ધૂમ મચાવાની છે. તેવામાં ફિલ્મ મેકર્સે આ ગીતમાં તારા-સકીનાનાં ચાર્મને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ગીતનાં બોલ તો પહેલાનાં જ છે પરંતુ તેમાં નવી ધૂન ઉમેરવામાં આવી છે જેના કારણે લોકોને તે પસંદ આવી શકે છે. તારા અને સકીનાની સાથે તેમનો લાડલો દીકરો જીતે પણ ગડ્ડી લઈને નિકળી પડ્યો છે.
તારાએ જીતેને આપી ગિફ્ટ
ગદરમાં આ ગીતમાં તારાસિંહ પોતાની ટ્રકને લઈને નિકળ્યાં હતાં. તો ‘ગદર 2’માં સવારી બદલી ગઈ છે. જીતે પોતાના પપ્પા તારાને એક ગાડી માંગે છે. જેના માટે તારા તૈયાર થતાં નથી પરંતુ સકીનાએ એકવખત પ્રેમથી તારાને કહ્યું તો તારા તેને ના ન પાડી શક્યો અને પોતાના દીકરા માટે બાઈક લઈ આવ્યાં. તારા પોતાના દીકરા જીતેને બુલેટ ગિફ્ટ કરે છે.
- Advertisement -
પિતા અને દીકરાની જોડી જામી
બુલેટ પર બેઠેલા પિતા અને દીકરાની જોડીથી જ ગીતની શરૂઆત થાય છે. ગીતમાં સની દેઓલે જૂના હુક સ્ટેપને પણ ઉમેર્યું છે. સકીના પણ પોતાના પતિ અને દીકરાને સાથે જોઈને ખુશ થાય છે.