તેલંગણાના સત્તાધારી કોંગ્રેસના વિધાયક ગદામ પ્રસાદ કુમાર તેલંગણાના વિધાનસભાના સ્પીકર તરીકે નિમણુંક કરવામાં આવી. ગદામ પ્રસાદ કુમારની નિમણુંક સર્વસંમત્તિથી કરવામાં આવી છે. આજ રોજ પ્રોટેમ સ્પીકર અકબરૂદીન ઓવૈસીએ ગદામ પ્રસાદ કુમારના નામની જાહેરાત કરી હતી. ઓવૈસીએ જણાવ્યું કે, ગદામ પ્રસાદ કુમાર સર્વસંમતિથી સંસદના સ્પીકર તરીકે પસેદગી પામ્યા છે. પ્રોટેમ સ્પીકરની જાહારત પછી સીએમ રેવંત રેડડૂ, ડેપ્યુટી સીએમ ભટ્ટી વિક્રમાર્કા અને બીઆરએસ વિધાયક કેટી રામારાવ ગદમ પ્રસાદ કુમારને સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા.
ભાજપ સિવાયની બધી પાર્ટીઓએ સમર્થન કર્યું
વિધાનસભાના બધા સભ્યોએ આશન પર જઇને ગદામ પ્રસાદ કુમારને સ્પીકર બનવા પર અભિનંદન આપ્યા હતા. ત્યાર પછી સીએમ રેવંત રેડ્ડૂએ ગદમ પ્રસાદની ઉમેદવારીનું સમર્થન કરવા માટે બધી પાર્ટીઓને અભિનંદન આપ્યા હતા. આ દરમ્યાન ભાજપને છોડીને બધી પાર્ટીઓ બીઆરએશ, એઆઇએમઆઇએમ અને સીપીઆઇએ ગદમ પ્રસાદને પોતાનું સમર્થન કર્યું છે. જણાવી દઇએ કે, અકબરૂદીન ઓવૈસીએ પ્રોટેમ સ્પીકર બનાવવા પર તેમના વિરોધમાં ભાજપે સંસદની કાર્યવાહીમાં સામેલ થયું નહોતું.
- Advertisement -
ગઇકાલે નિમણુંક પત્ર ભરવામાં આવ્યું
ગદામ પ્રસાદ કુમારે સીએમ રેવંત રેડ્ડી, બીઆઇએસના કાર્યકારી અધ્યક્ષ રામા રાવ, એઆઇએમઆઇએમના વિધાયકો અને સીપીઆઇના એકમાંત્ર વિધાયક કુનમનેની સંબાશિવાની હાજરીમાં તેમણે પોતાનું નિમણુંક પત્ર વિધાનસભાના સચિવ સામે દાખલ કર્યો હતો. નિમણુંક પત્ર ગઇકાલે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી દાખલ કરવાનો સમય હતો. જયારે આજે ચુંટણી યોજાઇ હતી. પ્રસાદ તેલંગણાની વિકારબાદ સીટથી વિધાયક છે. તેઓ અવિભાજીત આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસને 64 સીટ જીતીને સત્તા મેળવી હતી. જયારે બીઆરએસે 39 અને એઆઇએમઆઇએમએ 7 સીટો મળેવી હતી. ભાજપને 8 સીટો મળી છે.
ભાજપના વિધાયકે શપથ લીધા
ગદામ પ્રસાદ કુમારે તેલંગણાના પદ ગ્રહણ કર્યા પછી ભાજપ વિધાયકોને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપ વિધાયકોએ પ્રોટેમ સ્પીકર અકબરૂદીન ઓવૈસી પાસેથી શપથ લેવા માટે મનાઇ ફરમાવી હતી. આ અંગે ભાજપના ધારાસભ્યોએ રાજ્યપાલને આવેદનપત્ર પણ આપ્યું હતું.