રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે આજે સવારે 06:30 કલાકે શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે G20 સિટી વોક (મેરેથોન)નો કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. G20 સમીટ-2023નું યજમાનપદ ભારત દેશને મળેલું છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યના આંગણે G20 સમીટની મહત્વની ઇવેન્ટ આ વર્ષ દરમ્યાન યોજાવાની છે. જેના અનુસંધાને સિટી વોક યોજાયો હતો. પ્રાસંગિક ઉદબોધન આપતા મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, G20નું યજમાનપદ ભારતને પ્રાપ્ત થયું છે આપણા સૌ માટે ગૌરવની વાત કહેવાય કે G20નું પ્રતિનિધિત્વ ભારત દેશ કરી રહ્યું છે. આ સિટી વોક (મેરેથોન)માં મહાપાલિકાનાં કર્મચારીઓ સહીત બહોળો સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
રાજકોટમાં G20 સિટી વોકનો કાર્યક્રમ યોજાયો: નગરજનો જોડાયા
Follow US
Find US on Social Medias