G-20 સમિટ બેઠકની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી.
ભારતે હાલમાં જ વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના સંગઠન G-20નું પ્રમુખપદ સંભાળ્યું છે અને હવે સપ્ટેમ્બર 2023માં G-20 સમિટ ભારતમાં યોજાશે. G-20 સમિટ બેઠકની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી અને એ બેઠક દરમિયાન પીએમ ઘણા રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓને પણ મળ્યા હતા. જેમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેથી લઈને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે અત્યાર સુધી જે કાર્યક્રમની તસવીરો સામે આવી છે તેમાં આ દરેક અગ્રણી નેતાઓ પીએમ મોદી સાથે હળવી પળો શેર કરતા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
Delhi | All Party meeting was held on 5th December to discuss aspects relating to India’s G20 Presidency. The meeting was chaired by PM Narendra Modi & was attended by various chief ministers and political leaders. pic.twitter.com/GkkAIAkoJt
— ANI (@ANI) December 5, 2022
- Advertisement -
G-20 માટે બોલાવવામાં આવેલી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે વાતચીત કરતાં નજર આવ્યા હતા. આ સિવાય લેફ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરી પણ જોવા મળ્યા હતા અને વાતચીત દરમિયાન બંને હસતા જોવા મળ્યા હતા. ગુજરાત ચૂંટણીમાં ભાજપને પડકાર ફેંકનાર આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ હાથ જોડીને પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જોવા મળ્યા હતા.
G-20ની બેઠક પહેલા પીએમ મોદી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સાથે વાતચીત કરતાં નજરે ચઢ્યા હતા.
વડાપ્રધાન મોદી જી-20 મીટિંગની દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા ઉદિત રાજ પણ પીએમ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવસેનાના શિંદે જૂથનું ભાજપ સાથે ગઠબંધન છે. વડા પ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેનાર JDS નેતા એચડી દેવગૌડાની પાસે પંહોચીને તબિયત પૂછવા માટે મુલાકાત લીધી હતી. સાથે જ તેલુગુદેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુએ બેઠક દરમિયાન પીએમ મોદીનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું.