-8 હોસ્પિટલ હાઇએલર્ટ મોડમાં રહેશે
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી ભારદ્વાજે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી: રૂમ અને બેડ અનામત રાખવા આદેશ
- Advertisement -
દિલ્હીમાં જી-20 સંમેલનને લઇને દિલ્હી સરકાર પણ વ્યવસ્થામાં લાગી ગઇ છે. હવે રાજધાનીમાં આઠ હોસ્પિટલો પણ હાઇ એલર્ટમાં રહેશે. ગઇકાલે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી જેમાં નકકીકરાયું હતું કે દિલ્હીની પાંચ સરકારી હોસ્પિટલની સાથે સાથે ત્રણ ખાનગી હોસ્પિટલને એલર્ટ મોડમાં રાખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ હોસ્પિટલોમાં ર4 કલાક સ્ટાફ તૈનાત રહેશે.
મંત્રીએ જણાવ્યું હતું કે મહેમાનો માટે રાજધાનીમાં જેરપ હોટેલમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને ડોકટર અને નર્સીંગ સ્ટાફની 80 ટીમોની રચના કરવામાં આવી છે. આ બધી ટીમો હોટેલમાં તૈનાત રહેશે તેમાં 75 ટીમ શિફટમાં કામ કરશે. મહેમાનોના સ્વાસ્થ્યને લઇને કોઇ કસર રાખવામાં નહીં આવે જરૂર પડયે મહેમાનોને બહેતર ચિકિત્સા સેવા ઉપલબ્ધ કરાવાશે સાથે સાથે 106 એમ્બ્યુલન્સ ર4 કલાક એલર્ટ રહેશે.
તો ઇમરજન્સીની સ્થિતિમાં 1ર8 ડોકટરોને તાલીમ આપવામાં આવી છે, એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સમાં વેન્ટીલેટર, મોનિટર, ઓકસીજન, દવાઓ વગેરે મોજુદ રહેશે.