ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાયા બાદ તેઓએ પત્રકાર પરિષદમાં મંત્રીમંડળને લઈને મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ જણાવ્યું કે, પાર્ટી જે પણ નિર્ણય લેશે તમને કહીશું જ, સમય પ્રમાણે બધુ થાય તો તમને અને અમને પણ ગમશે.
વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારના મંત્રી મંડળમાં કોને-કોને સ્થાન મળશે અને એનું જ્ઞાતિ સમીકરણ કેવું હશે એ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આજે ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગ્યા બાદ તેઓએ પત્રકાર પરીષદ સંબોધી હતી.
- Advertisement -
ધારાસભ્ચોની બઠકમાં મારી કરાઈ પસંદગીઃ ભૂપેન્દ્ર પટેલ
જેમાં ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પક્ષના નેતાની નિયુક્તિ કરવાની બેઠકમાં આજે ફરી મારી વરણી કરવામાં આવી છે. ગુજરાતની જનતાએ ભાજપ સરકારની વિકાસની રાજનીતિ પર ફરી મહોર લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ફરી ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે કામ કરશે.
ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલ ધારાસભ્યશ્રીઓની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકશ્રીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાના પક્ષના નેતા તરીકે મારી પસંદગી કરવા બદલ હું સમગ્ર ભાજપ પરિવારનો આભાર વ્યક્ત કરું છું. મને સોંપાયેલ જવાબદારી પૂર્ણ નિષ્ઠાથી નિભાવી હું રાજ્ય તથા દેશની સેવામાં સદૈવ કર્તવ્યરત રહીશ. pic.twitter.com/lWIx7UGgcB
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 10, 2022
- Advertisement -
સંકલ્પ પત્ર મુદ્દે આપ્યું આ નિવેદન
સરકાર બનતાની સાથે સંકલ્પ પત્રમાંથી ક્યા મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવશે? જેના જવાબમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જો સંકલ્પ પત્ર રજૂ કર્યું હોય તો એ પ્રાથમિકતા જ હોય અને પ્રાથમિકતા કરતા પણ ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી કોઈ મુદ્દો છોડ્યો નથી, વર્ષો જૂના મુદ્દા જો પૂર્ણ કર્યા હોય તો આ મુદ્દાઓ પર ચોક્કસ કામ કરવામાં આવશે.
મારા માટે ઊર્જાના અવિરત સ્ત્રોત સમાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા, માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ તથા રાષ્ટ્રીય અને પ્રદેશ સંગઠનનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું. pic.twitter.com/Vcz4WddmWs
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 10, 2022
નવા મંત્રીમંડળને લઈને શું કહ્યું?
નવા મંત્રીમંડળમાં કોને-કોને સ્થાન મળશે? આ સવાલના જવાબમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે એ તમને ચોક્કસ જણાવવામાં આવશે, સમય પ્રમાણે બધુ થાય તો તમને અને અમને પણ ગમશે.