ઉકાણી પરિવારના સ્વ. લાભુબેન ડાહ્યાભાઈ ઉકાણીના સ્મરણાર્થે કર્યું સેવાનું કામ: લોકોને વિનામૂલ્યે અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બાન લેબ પરિવારના મૌલેશભાઈ ઉકાણી તથા સરગમ ક્લબના મંત્રીએ તાજેતરમાં તેમના માતુશ્રી સ્વ. લાભુબેન ડાહ્યાભાઈ ઉકાણાની સ્મરણાર્થે સરગમ ક્લબ સંચાલિત રામનાથપરા મુક્તિધામને એક અદ્યતન શબવાહિની અર્પણ કરી હતી. આ શબવાહિનીની કિંમત 20 લાખ રૂપિયા છે અને સરગમ ક્લબ દ્વારા રાજકોટવાસીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.રામનાથપરા મુક્તિધામ ખાતે મૌલેશભાઈ ઉકાણીએ સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને મુક્તિધામના ઈન્ચાર્જ રમેશભાઈ અકબરીને આ શબવાહિનીની ચાવી સોંપી હતી. આ પહેલાં પણ બાન લેબ પરિવાર તરફથી આ મુક્તિધામને એક શબવાહિની આપી હતી અને રાજકોટવાસીઓને માઠા પ્રસંગે વિનામૂલ્યે આપવામાં આવે છે તેમ સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું.