કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ. 326.92 કરોડ ફાળવ્યા
રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ યોજનાના લાભાર્થીઓની કુલ સંખ્યા વિશે જાણકારી માંગી હતી, જેનો જવાબ 16 ડિસેમ્બર, 2025ના રોજ ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે લેખિતમાં આપ્યો હતો
- Advertisement -
આ યોજનાનો લાભ અત્યાર સુધી ગુજરાતના કુલ 2,28,504 ખેડૂતોને મળ્યો
ખેડૂતો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા જમીન ભાડે આપી વર્ષે રૂ. 80,000 સુધીની આવક મેળવી શકે છે
ખેડૂતો જમીન ભાડે આપી એકર દીઠ વાર્ષિક રૂ. 25,000ની આવક મેળવી શકે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (ઙખ-ઊંઞજઞખ) યોજના હેઠળ ફાળવાતા ભંડોળમાં છેલ્લા ચાર વર્ષમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 7.83 કરોડ જેટલું ભંડોળ મળતું હતું, જે 2025-26માં (30 નવેમ્બર 2025 સુધી) વધીને રૂ. 230.42 કરોડ થયું છે. આમ, ચાર વર્ષમાં કુલ 2843 ટકા જેટલો જંગી વધારો નોંધાયો છે. આ યોજનાનો લાભ અત્યાર સુધી ગુજરાતના કુલ 2,28,504 ખેડૂતોને મળ્યો છે. રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (ઙખ-ઊંઞજઞખ) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો અને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીના લાભાર્થીઓની કુલ સંખ્યા વિશે જાણકારી માંગી હતી. જેનો જવાબ 16 ડિસેમ્બર, 2025ના રોજ ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે લેખિતમાં આપ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા ઙખ-ઊંઞજઞખ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષમાં દેશભરમાં કુલ રૂ. 6,392.98 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. તેમાં 2022-23માં રૂ. 801.36 કરોડ, 2023-24માં રૂ. 996.33 કરોડ, 2024-25માં રૂ. 2,564.14 કરોડ અને 2025-26માં રૂ. 2,031.15 કરોડનો સમાવેશ થાય છે. આ જ સમયગાળામાં ગુજરાતને કુલ રૂ. 326.92 કરોડ ફાળવાયા છે. મંત્રીના જણાવ્યા અનુસાર, ઙખ-ઊંઞજઞખ યોજના હેઠળ ખેડૂતો સૌર ઉર્જા અપનાવી ‘અન્નદાતા’ સાથે ‘ઉર્જાદાતા’ પણ બની રહ્યા છે. ખેડૂતો પોતાની જમીન પર સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભાડે આપી હેક્ટર દીઠ વર્ષે રૂ. 80,000 સુધીની આવક મેળવી શકે છે.
કાર્યરત પ્લાન્ટ્સ માટે પ્રતિ મેગાવોટ મહિને સરેરાશ રૂ. 4.5 લાખની આવક નોંધાઈ છે. ડીઝલ પંપને સોલાર પંપથી બદલવામાં આવી રહ્યા છે. હાલના ડીઝલના ભાવને ધ્યાનમાં લેતાં, ખેડૂત એક વર્ષ કરતા ઓછા સમયમાં ખર્ચ વસૂલ કરી શકે છે અને વાર્ષિક રૂ. 60,000 સુધીની બચત થાય છે. જ્યારે ખેડૂતો જમીન ભાડે આપી એકર દીઠ વાર્ષિક રૂ. 25,000ની આવક મેળવી શકે છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે ઙખ-ઊંઞજઞખ યોજના માંગ આધારિત છે અને રાજ્યો દ્વારા દર્શાવેલી માંગ તથા પ્રગતિના આધારે જ ભંડોળ ફાળવવામાં આવે છે. આ યોજના ગુજરાતના ખેડૂતો માટે આવક વધારવાની સાથે ટકાઉ અને હરિત ઉર્જા તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.



