- પ્રત્યાર્પણથી આત્મહત્યાનું જોખમ વધવાની અપીલ ફગાવી
ભારતનો ભાગેડુ નીરવ મોદી બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં પ્રત્યાર્પણ સામેની અપીલ હારી ગયો છે. આ સાથે જ તેના ભારત પ્રત્યાર્પણનો રસ્તો પણ ઘણી હદ સુધી સાફ થઈ ગયો છે. 9 નવેમ્બરે હાઈકોર્ટે તેના ભારત પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી હતી. તેમની પાસે હવે બ્રિટનમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી. નીરવ મોદી પર 2018માં પંજાબ નેશનલ બેંકમાં 11 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો આરોપ છે. ગયા મહિને નીરવ મોદીએ બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં ભારત પ્રત્યાર્પણ વિરૂદ્ધ અપીલ કરવાની પરવાનગી માટે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી.
ગયા મહિને, 51 વર્ષીય હીરાના વેપારી નીરવ મોદીએ તેના માનસિક સ્વાસ્થ્યના આધારે દાખલ કરેલી અપીલને ફગાવી દેવામાં આવી હતી.આરોપી તરફથી દલીલ કરવામાં આવી છે કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો આત્મહત્યાનું જોખમ છે. જોકે, યુકેની સુપ્રીમ કોર્ટમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપી નીરવ મોદીની અપીલ ફગાવી દેવામાં આવી હતી. નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અપીલ ફગાવી દેવાતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે યુકેમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કૌભાંડ નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ સાથે મળીને 13,000 કરોડથી વધુની બેંક છેતરપિંડી કરી હતી.નીરવ મોદી 13 હજાર કરોડથી વધુ રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે. ભારતીય અધિકારી છેતરપિંડી, મની લોન્ડ્રિંગ પૂરાવા નષ્ટ કરવા અને સાક્ષીઓને ધમકાવવાના આરોપોનો સામનો કરવા માટે નીરવ મોદીને બ્રિટનથી પ્રત્યાર્પિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
નીરવ મોદી હાલ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. કોર્ટમાં કેસમાં તેની હાર બાદ તેના માટે ભારત આવવાનો રસ્તો ઘણી હદ સુધી સાફ થઈ ગયો છે. હીરાના વેપારી નીરવ મોદીએ જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે તેના કાકા મેહુલ ચોક્સી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. મેહુલ ચોક્સી પર પણ છેતરપિંડી અને કૌભાંડનો આરોપ છે અને ભારતીય તપાસ એજન્સીઓ પણ તેને શોધી રહી છે.