ગુજરાત સરકારે સાડા છ કરોડ ગુજરાતીઓને શાંતિ, સલામતી અને સુરક્ષા આપી, ચૌમુખી વિકાસનો રાહ ચીંધ્યો છે: ગૃહમંત્રી અમિતભાઈ શાહ
ગુજરાત સરકારના સુસાશનના પાંચ વર્ષમાં રાજકોટ જિલ્લા પંચાયતને અકલ્પનિય લાભો: ૪૫ કરોડથી વધુ કામોના લોકાર્પણ અને ખાતમુર્હુત: મુખ્યમંત્રી વિજયભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર
ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સફળ સુશાસનના પાંચ વર્ષ અન્વયે રાજ્યમાં તા. ૧ થી ૯ ઓગસ્ટ ૨૦૨૧ સુધી ૧૮ હજાર જેટલા સ્થળોએ ૧૫ હજાર કરોડથી વધુના સેવાકીય કામો, યોજનાના લાભો લાખો લોકોને સામે ચાલીને સરકાર દ્વારા આપવામાં આવ્યા. જેમાં ખેડૂત સમૃદ્ધિ, મહિલા સશક્તિકરણ, યુવા રોજગારી, આદિજાતિ વિકાસ, શિક્ષણ વ્યાપ વૃદ્ધિ અને અનેકવિધ સેવા કાર્ય પ્રકલ્પોના સેવાકાર્યની વણથંભી વણઝાર લોકોને અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમો અન્વયે “જ્ઞાન શક્તિ દિવસે” રાજ્ય સરકાર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ રૂ. ૧૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૩૬૫૯ શાળાઓના ૧૨ હાજર જેટલા સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ, રૂ. ૨૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૧૪૪ પંચાયત ઘરનું ખાતમુહુર્ત વગેરે લોકઉપયોગી કાર્યો સાથે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ૧૧ તાલુકાઓમાં ૬ કરોડ ૯૧ લાખના કાર્યોનું લોકાર્પણ પ્રમુખ બોદરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. “સંવેદના દિવસ” નિમિતે રાજ્ય સરકાર દ્વારા કોરોનાકાળમાં અનાથ બનેલ ૩૯૬૩ બાળકોને આર્થિક સહાય સાથે સમગ્ર રાજ્યમાં ૪૩૩ સેવા સેતુ કાર્યક્રમોની શરૂઆત કરવામા આવી જેમાં ૫ તબક્કામાં ૧૨,૮૦૦ કાર્યક્રમો દ્વારા ૨ કરોડથી વધુ લોકોને સરકારની ૫૭ જેટલી સેવાઓની સુવિધાઓનો લાભ તેમના ઘરઆંગણે જ મળવા લાગ્યો છે. આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના ૪૫,૫૭૯ લાભાર્થીઓને અરજી કરી હતી જેનો ૧૦૦% હકારાત્મક નિકાલ સ્થળ પરજ કરવામા આવેલો હતો જે એક વિશિષ્ટ ઉપલબ્ધી છે.
- Advertisement -
“નારી ગૌરવ દિવસે” રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રાજ્યના ૧૪ હજાર મહિલા ગ્રૃપોની એક લાખ મહિલાઓને રૂ.૧૪૦ કરોડની વગર વ્યાજની લોનનું વિતરણ કરવામા આવ્યું ઉપરાંત રૂ. ૧૭,૧૭ કરોડના ખર્ચે નિર્મિત આંગણવાડી (નંદ ઘર) તથા અન્ય કચેરીના ૨૨૩ મકાનોનું લોકાર્પ્ર્ણ અને રૂ. ૧૩.૯૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૧૪૦ મકાનોનું ખાતમુહુર્ત કરવામા આવ્યા અને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા આ દિવસે “સ્વ સહાય જૂથોના બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અને NRLM ” અંતર્ગત ૨૦૦ થઇ વધુ ગ્રૂપને રૂ. ૨ કરોડ ફાળવવામાં આવ્યા જેનાથી ૨૦૦૦ બહેનોને લાભ મળશે. “કિસાન સન્માન દિવસ” અન્વયે રાજ્ય સરકાર દ્વારા કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના વધુ ૧૪૦૦થી વધુ ગામમાં ખેડુતોને દિવસે વીજળી આપવાની કામગીરીનો પ્રારંભ કરવામા આવ્યો અને ખેડૂતોને ખેતીમાં રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરાવીને ખેડૂતના હિતમાં એક ઐતિહાસિક પગલું લેવાયું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ કિસાનલક્ષી યોજનાઓ હેઠળ ૧૬ લાખની સહાયના ચેક પ્રમુખ ભુપતભાઇના સ્વ હસ્તે અર્પણ કરાયા હતા.
“વિકાસ દિવસ” અંતર્ગત માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (વર્ચ્યુઅલ ઉપસ્થિતિ) ની ઉપસ્થિતિમાં પંચાયત વિભાગની કુલ રૂ. 100 કરોડની ‘વતનપ્રેમ યોજના’નો પોર્ટલ મારફતે શુભારંભ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રૂ. 1085 કરોડના 71,094 આવાસોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામા આવ્યા. ‘નલ સે જલ’ યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગના કુલ રૂ. 396 કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ ઉર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગના કુલ રૂ. 285 કરોડના ખર્ચે 22 સબસ્ટેશનનું લોકાર્પણ અને 7 સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પી.ડી.યુ. મેડિકલ કોલેજ, રાજકોટ ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ પ્રમુખ ભુપતભાઇ બોદારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લામાં તૈયાર થયેલ ૧૨ પી.એસ.એ. ઓકસીજન પ્લાન્ટ, રૂા. ૨૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૩ પેટા આરોગ્ય કેન્દ્રનું ઇ-લોકાર્પણ તથા રૂા. ૨૨૩ લાખના ખર્ચે તૈયાર થનાર ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧ પેટા આરોગ્ય કેન્દ્રનું ઇ-ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયું હતું. ઉપરાંત મોટા સખપર (સજાડીયાળી) ગામે બની રહેલા ૬૬ KV ના નવા સબસ્ટેશનનું ઇ-ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયું હતું અને નવા બનેલા રોડનું લોકાર્પણ પ્રમુખ બોદાર દ્વારા કરવામા આવ્યું હતું.
આમ, કર્ત્તૃત્વની પરાકાષ્ઠા સર્જી નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર પાંચ વર્ષ સુધી જનતાને સુશાસન આપનાર ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા આદરેલો જનસેવાયજ્ઞ છે જેના વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે જે માટે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કરેલ છે.
- Advertisement -


