કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ અને વાલીઓની સંમતિ સાથે ભૂલકાઓનું શિક્ષણકાર્ય ફરીથી શરૂ થશે
ખાસ-ખબર સંવાદદાતા
બે વર્ષ થી બંધ પડેલા પ્લે હાઉસ,નર્સરી,આંગણવાડી ફરીથી આવતી કાલથી બાળકોના કલરવથી ગુંજી ઉઠશે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં 17મી ફેબ્રુઆરી થી આંગણવાડી અને પ્રિ સ્કૂલને પ્રારંભ કરવાનો સરકારે નિર્ણય લીધો છે ત્યારે કોરોના ની ગાઈડ લાઈન સાથે વાલીઓની સંમતિ સાથે આવતીકાલથી આંગણવાડીઓ અને પ્રિ સ્કૂલમાં ભૂલકાઓ થી ભરાય જશે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર હળવી થતાં ગયા સપ્તાહના થી ધોરણ 1થી 9ના ક્લાસ શરૂ કરી દેવાયા છે અને હવે આવતીકાલથી રાજ્યભરના પ્લે હાઉસ અને નર્સરી ખુલી જતા ફરીથી રાબેતા મુજબ શિક્ષણકાર્ય શરૂ થઈ જશે.
કોરોનાના કેસ હળવા થયા છે પરંતુ હજી કોરોના ગયો નથી આથી શિક્ષણ મંત્રી દ્વારા પણ બાલમંદિર,પ્લે હાઉસ અને આંગણવાડીમાં સંચાલકોની તાકીદ કરી છે કે સરકારે શાળાઓ માટે બહાર પાડેલી કોરોના ની ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ થાય. જેના માટે તંત્રની ટીમ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. બે વર્ષથી ભેંકાર પડેલા પ્લે હાઉસ અને બાલમંદિર ફરી બાળકોની ચિચિયારી અને કલરવથી ગુંજી ઉઠશે.