ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષના કેન્દ્રીય નેતાઓ સતત ગુજરાતમાં આવજાવ કરી રહ્યાં છે. ત્યારે આજથી લઇને છેક 26 ઓક્ટોબર સુધી અમિત શાહ ગુજરાતના આંગણે આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવશે. અમિત શાહ દિવાળી અને નવું વર્ષ કાર્યકરો સાથે મનાવશે. 4 ઝોનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે અમિત શાહ મુલાકાત કરશે. ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. અમિત શાહ ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુર, મધ્ય ગુજરાતની બેઠક વડોદરા, સૌરાષ્ટ્રની બેઠક સોમનાથ અને દક્ષિણ ગુજરાતની બેઠક વલસાડમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે.
- Advertisement -
PM મોદી પણ 31મી ઓક્ટોબરે આવશે ગુજરાત
વધુમાં PM મોદી પણ એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવશે. 31 ઓક્ટોબરે ફરીવાર PM મોદી ગુજરાત પ્રવાસે આવશે. બનાસકાંઠાના થરાદમાં વિવિધ વિકાસ કામોનું PM મોદી લોકાર્પણ કરશે. તદુપરાંત થરાદમાં જાહેરસભાને પણ PM સંબોધશે. હાલમાં PMના આગમનને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
ગુજરાતની દરેક વિધાનસભામાં ભાજપ નિરીક્ષકોને મોકલશે
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ અને AAP એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત આગામી 27-28 અને 29મીએ નિરીક્ષકોને રાજ્યની દરેક વિધાનસભામાં મોકલાશે.
ભાજપ પોતાના નિરીક્ષકોને આગામી 3 દિવસ દિવસ સુધી દરેક વિધાનસભામાં મોકલશે. આગામી તારીખ 27-28 અને 29મીએ ભાજપના દરેક નિરીક્ષકો વિધાનસભાના પ્રવાસે જશે.
આ નિરીક્ષકો તાલુકા-જિલ્લા-નગરપાલિકાના હોદ્દેદારો સાથે બેઠક કરશે. ચૂંટણીમાં જે લોકો ઉમેદવારી માટે તત્પરતા દાખવી રહ્યાં છે તેવા નામો મેળવશે. જે લોકો ઉમેદવારી માટે ઈચ્છુક છે તેઓની આ નિરીક્ષકો વાત સાંભળશે. જે નામ વિધાનસભા વાઈઝ આવશે તેને પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે.