ટ્વીટરે લેગસી વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી દીધી છે. ટ્વીટરઆ એક્શન બાદ ક્રિકેટર વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત યુપી સીએમ યોગી આદિત્યનાથના એકાઉન્ટનું બ્લૂ ટિક પણ હટી ગયું છે.
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરે લેગેસી વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી દિધા છે. એટલે કે એવા એકાઉન્ટ જેમને ટ્વીટરની પેટ સર્વિસ લીધા વગર જ બ્લૂ એકાઉન્ટ મળ્યું હતું. તે એકાઉન્ટ્સમાંથી હવે બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યા છે.
- Advertisement -
આ ક્રમમાં બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમારથી લઈને ક્રિકેટ જગતના દિગ્ગજ વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને ભારતીય રાજનીતિના મોટા નામ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને UPના પૂર્વ સીએમ માયાવતીના ટ્વીટર એકાઉન્ટ પરથી પણ બ્લૂ ટિક હટી ગઈ છે.
એલન મસ્કે બ્લૂ ટિકને લઈને કરી હતી જાહેરાત
હકીકતે ટ્વીટરના માલિક એલન મસ્કે 12 એપ્રિલે જ જાહેરાત કરી હતી કે 20 એપ્રિલથી દરે લેગેસી વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવી લેવામાં આવ્યા હતા.
- Advertisement -
હવે તેમને આ સુવિધા મળશે જે બ્લૂ ટિક માટે પૈસા ખર્ચ કરી મંથલી પ્લાન લેશે. ત્યાર બાદ 20 એપ્રિલે રાત્રે 12 વાગ્યાથી જ દરેક લેગેસી એકાઉન્ટ્સમાંથી બ્લૂ ટિક હટી ગયા.
પહેલા શું હતી ટ્વીટરની પોલિસી?
ટ્વીટર પહેલા રાજનેતાઓ, અભિનેતાઓ, પત્રકારો સહિત ફેમસ હસ્તિઓના એકાઉન્ટ્સ પર બ્લૂ ટિક આપતું હતું. માટે કોઈ ચાર્જ ન હતો આપવો પડતો, પરંતુ એલન મસ્કે ટ્વીટર ખરીદ્યા બાદ કંપનીમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે.
શું છે બ્લૂ ટિક પેટ સર્વિસ?
હકીકતે ટ્વીટરે પેડ બ્લૂ ટિક સર્વિસ શરૂ કરી છે. શરૂઆતમાં તેને અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવી. ત્યાર બાદ ભારતમાં પણ તેની શરૂઆત કરવામાં આવી. તેના હેઠળ જે લોકો આ સર્વિસ માટે ચુકવણી કરે છે. તે જ પોતાના એકાઉન્ટ્સ પર બ્લૂ ટિક લઈ શકશે.
હલે કઈ રીતે મળશે બ્લૂ ટિક?
જો કોઈ યુઝર બ્લૂ ટિક ઈચ્છે છે અથવા પહેલાથી મળેલી બ્લૂ ટિકને યથાવત રાખવા માંગે છે. તો તેને ટ્વીટર બ્લૂનું સબ્સક્રિપ્શન લેવાનું રહેશે. ભારતમાં ટ્વીટર બ્લૂનું સબ્સક્રિપ્શન 650 રૂપિયાથી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે આ 900 રૂપિયા પ્રતિ મહિના છે.