અમેરિકામાં નોકરી મેળવવા અને કમાવવાના હેતુથી લોકો ગેરકાયદેસર રસ્તે અમેરિકામાં પ્રવેશ કરે છે. તાજેતરમાં જ ટ્રમ્પ સરકારે ગેરકાયદે લોકોની અમેરિકામાંથી હકાલપટ્ટી કરી છે. અને હવે અમેરિકન કંપનીઓ ઉપર પણ કાર્યવાહી શરૂ કરી છે જે પહેલા થતી નહોતી.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) એ એક નવો મેમો બહાર પાડ્યો છે. તેમાં ફેડરલ પ્રોસિક્યુટર્સને ઇમિગ્રેશન કેસોને પ્રાથમિકતા આપવા જણાવાયું છે. જેમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સના હોય તેવા વર્કરનો પણ સમાવેશ થાય છે. આ મેમોના કારણે અમેરિકાની ઘણી કંપનીઓને ભારે અસર થવાની છે. આનો અર્થ એ થયો કે જે કંપનીઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકોને અથવા H-1B વિઝા ધારકોને નોકરી પર રાખે છે તેમણે ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
- Advertisement -
આ મેમો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. આમાં DOJ એ ઇમિગ્રેશન અમલીકરણને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. આનું કારણ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ નીતિનો હેતુ યુએસ એટર્ની ઓફિસને ઇમિગ્રેશન કાયદા હેઠળ કેસ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ પગલાથી બધી અમેરિકન કંપનીઓને અસર થશે. ખાસ કરીને જે લોકો વિદેશી કામદારોને રોજગારી આપે છે તેઓ સૌથી વધુ પ્રભાવિત થશે.
ઇમિગ્રેશન નિયમ તોડવા પર થશે કડક કાર્યવાહી
મેમોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઇમિગ્રેશન સંબંધિત ઉલ્લંઘન સામે કડક વલણ અપનાવવું જોઈએ. આ ઉલ્લંઘનમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને આશ્રય આપવો પરિવહન કરવું અથવા નોકરી આપવી વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. એકંદરે નવી નીતિ ઇમિગ્રેશન-સંબંધિત ઉલ્લંઘનોના કેસ ચલાવવાને પ્રાથમિકતા આપે છે.
- Advertisement -
કડક પગલાં લેવાનો આદેશ
ફોર્બ્સના અહેવાલ મુજબ DOJનો નવો અભિગમ 8 U.S.C. 1324 પર આધારિત છે. આ જોગવાઈ એવી કંપનીઓને લક્ષ્ય બનાવે છે જે જાણી જોઈને અથવા બેદરકારીથી લીગલ અને વેલીડ ડોક્યુમેન્ટ્સ વિના રોજગારી આપે છે. અગાઉ આવા કેસોને આટલી કડકાઈથી હાથ ધરવામાં આવતા નહોતા. પરંતુ નવી નીતિ હેઠળ DOJ ને ઝડપથી અને વ્યાપકપણે પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હોલેન્ડ અને હાર્ટના ભાગીદાર ક્રિસ થોમસે ફોર્બ્સને જણાવ્યું કે “કંપનીઓ માટે આનો અર્થ એ છે કે દેખરેખમાં નોંધપાત્ર વધારો થશે અને નાની ભૂલ પણ ગંભીર કાનૂની પરિણામો તરફ દોરી શકે છે”




