જૂનાગઢમાં વધુ એક વોંકળો બુરાઈ જાય તે પહેલા મનપા તંત્ર જાગે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ શહેરમાં અતિ ભારે વરસાદ પડે છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે વર્ષો જુના વોકળા આજે ધીરે ધીરે બુરાઈ રહ્યા છે.અને વોકળા પર મસ મોટા દબાણો કરીને ઇમારતો ખડકી દેવાના મામલે અનેક ફરીયાદો ઉઠી છે અને મનપાએ પણ માત્ર નોટીશ આપીને સંતોષ માની લીધો હોઈ તેવું જોવા મળે છે.શહેરમાં વોકળા પર થયેલ દબાણ બાબતે મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરવામાં આવી છે.ત્યારે વધુ એક વોકળાને બુરી દેવાની પેરવી થતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે.આસપાસ માંથી અથવા શહેર માંથી કોઈ લોકો દ્વારા અહીં માટીનું કસ્તર નાખી જતા હોવાનું સામે આવ્યું છે જો આ નહિ રોકવામાં આવે તો આગામી દિવસોમાં વોંકળો બુરાઈ જશે અને વરસાદી પાણી આ વિસ્તારના ઘરોમાં ઘુસી જશે.
- Advertisement -
શહેરના નવાબી કાળનો વોંકળો જે મોતીબાગ એસટી ડિવિઝનથી શરૂ કરી છેક કૃષિ યુનિવર્સિટીના સાગડી વીડી તળાવ સુધી આ એક વહેણ પાણીનું ચોમાસા દરમિયાન પહોંચતું હતું જેમના ઉપર સગવડતા મુજબ વિવિધ રોડ પરની સંસ્થા અને બિલ્ડિંગો દ્વારા પાઇપલાઇન લગાવી ત્યારે ટીંબાવાડી પાસે આ વોંકળો હજુ ખુલ્લો છે ત્યાં આગળ આ વોકળામાં માટી પૂરન કામથી બુરાઈ રહ્યો છે એટલે કે ત્યાં આગળ કોઈને કોઈ લોકો ટ્રેક્ટર દ્વારા માટીના ઢગલા કરી જાય છે હાલ મહાનગરપાલિકાએ ત્યાં વૃક્ષારોપણ કર્યું છે તેમજ રોડની બીજી બાજુમાં ટીંબાવાડી ગામના લોકોના રહેઠાણો હોય આ વોંકળો સાફ પણ કરવામાં નથી આવતો અને દુર્ગંધ મારે છે તેમજ સફાઈના અભાવે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. અને આસપાસ રહેણાંક વિસ્તાર હોઈ ત્યારે રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે આ તસવીરો કહે છે કે આ વોંકળો બુરવાની પેરવી થઈ રહી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ચોમાસા દરમિયાન સફાઈ અભિયાન હાથ ધરવા કરતા અત્યારથી જ હાથ ધરવામાં આવે તો સાચું સામાજીકરણ કહેવાય ત્યારે શું ખરેખર વોંકળો બુરવો છે તેવા પણ પ્રશ્નો લોકોમાં થઈ રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા આ બાબતે ધ્યાને લઈ યોગ્ય નિરાકરણ લાવે તેવી માગણીઓ લોકો કરી રહ્યા છે.



