રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
સવારે 8થી રાતના 9 સુધી ખાનગી બસો પ્રતિબંધ કરાતા વૈકલ્પિક માર્ગોની પણ જાહેરાત કરાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવાના ભાગરૃપે માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી મોટી પ્રાઈવેટ લકઝરી બસો એટલે કે હેવી પેસેન્જર વ્હીકલ ઉપર સવારે 8થી રાત્રે 9 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ કમિશ્નરના જાહેરનામામાં જણાવ્યું છે કે પ્રાઈવેટ લકઝરી બસોની પ્રવેશબંધીનું જાહેરનામું અમલમાં છે. પરંતુ વધતા જતા ટ્રાફિકના કારણે માર્ગો ઉપર ટ્રાફિકની ગીચતા થાય છે. વધતી જતી ભારે વાહનોની અવરજવર સામે રસ્તાઓ સાંકડા પડે છે. હાલ શહેરની વસ્તીમાં અને નાનામોટા વાહનોની સંખ્યામાં ખુબજ વધારો થયો છે.
માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી આવેલા 1પ0 ફૂટ રીંગ રોડ ઉપર ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે જેને કારણે ટ્રાફિકની વ્યવસ્થામાં ઘણી મુશ્કેલીઓ પડે છે.
ગંભીર અકસ્માતો થવાની પણ સંભાવના રહે છે. ર01પમાં જયારે જાહેરનામું બહાર પડાયું ત્યારે ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધી ટ્રાફિક નહીંવત હતો. એટલું જ નહીં આ ચોકડીઓ શહેરની બહાર પડતી હતી. જે હવે શહેરની અંદરના વિસ્તારમાં આવી ગઈ છે. આ ચોકડીઓથી રાત્રિના મોડે સુધી સીટી બસ અને બીઆરટીએસ બસની સેવાઓ ઉપલબ્ધ છે.
- Advertisement -
જેથી હાલતી પરિસ્થિતિ ધ્યાનમાં લેતા માધાપર ચોકડીથી પુનીતના ટાંકા સુધી મોટી પ્રાઈવેટ લકઝરી બસોની અવરજવર ઉપર સવારે 8 થી રાત્રિના 9 સુધી પ્રતિબંધ મુકવામાં આવે છે. ગોંડલ ચોકડીથી જામનગર જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો પુનીત પાણીના ટાંકાથી વાવડી રોડ,80 ફૂટ રોડથી નવા 1પ0 ફૂટ રીંગ રોડ થઈ ઘંટેશ્વર ટી પોઈન્ટથી જામનગર તરફ જઈ શકશે. માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો ઘંટેશ્વર ટી પોઈન્ટથી નવા 1પ0 ફૂટ રીંગ રોડ થઈ કટારીયા ચોકડી,80 ફૂટ રોડ,વાવડી રોડથી પુનીતના ટાંકા થઈ ગોંડલ ચોકડી સુધી જઈ શકશે.