આઈપીસી (ઈન્ડિયન પીનલ કોડ) નહીં, બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) બોલાશે
1 જુલાઈથી પુરા દેશમાં કાયદાની નવી ભાષા-પરિભાષાનો અમલ થશે: હવે આઈપીસી (ઈન્ડિયન પીનલ કોડ) નહીં, બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) શબ્દોનો ઉપયોગ થશે: પોલીસે એક એપ તૈયાર કરી છે, જે ભારતીય ન્યાય સંહિતાની એક કલીકથી સ્ક્રીન પર જાણકારી આપશે
- Advertisement -
1 જુલાઈથી દિલ્હી સહિત પૂરા દેશમાં કાયદો પોતાની નવી ‘ભાષા અને પરિભાષા’ની સાથે બહાર આવશે. બ્રિટીશ કાળમાં સન 1860માં અંગ્રેજોએ પોતાની સુવિધા અનુસાર જે આઈપીસી (ઈન્ડીયન પીનલ કોડ)ને લાગુ કરી હતી તેનાથી લગભગ છુટકારો મળી જશે.
તો હવે આઈપીસી નહીં, બલકે બીએનએસ (ભારતીય દંડ સંહિતા) બોલશે, પોલીસ તંત્રના ‘મહોદયો’! એફઆઈઆરની હેડલાઈનની સાથે સેકશન, ડીઝીટલ, ફોરેન્સીક તપાસની રીતભાતો પણ બદલી ચૂકયા છે. લગભગ એક વર્ષથી દિલ્હી પોલીસના જવાન અલગ અલગ ફેઝમાં દિલ્હીની ચાર જગ્યાએ આ નવા કાનૂનની પાઠશાળામાં અભ્યાસ કરી ટ્રેન્ડ થઈ રહ્યા હતા. આ સ્થિતિમાં પોલીસ પુરી તૈયારીના અંતિમ તબકકામાં છે.
ગુરુવારે દિલ્હીના પોલીસ સ્ટેશનમાં નવી એફઆઈઆરની ડમી અને તેને નોંધવાના રિહર્સલ પણ થઈ ચૂકયા છે. સાથે સાથે દિલ્હી પોલીસની પોતાના જવાનો માટેની પોતાની એક એપ પણ તૈયાર કરી છે જે બદલાયેલા કાયદાની જોગવાઈઓની સાથે સાથે ભારતીય ન્યાય સંહિતાની એક કલીકથી સ્ક્રીન પર જાણકારી આપશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એપ 1 જુલાઈથી લોન્ચ થશે.
- Advertisement -
પોલીસ પોતાના 15000થી વધુ જવાનોને નવા કાયદાથી પુરી રીતે ટ્રેઈન્ડ કરાવ્યા છે તેમાં એસએચઓ, ઈન્સ્પેકટર, સબ ઈન્સ્પેકટર, એએસઆઈ રેન્કના જવાન સામેલ છે.
તેમને એપની ટેકનીકથી સજજ તો રાખવામાં આવશે, સાથે સાથે ક્રાઈમ સીનની વિડીયોગ્રાફી, ઓડીયો રેકોર્ડીંગ, ફોટોગ્રાફીમાં પણ પારંગત થશે. નવા કાયદાની સાથે જ ડિઝીટલ પુરાવા પર વધુ જોર અપાયું છે.