ભોજનમાં વપરાતું બ્લેક સોલ્ટ તમને ઘણા અદ્ભુત ફાયદાઓ આપી શકે છે. તેનો ઉપયોગ કરીને તમે તમારા વાળને સ્વસ્થ બનાવી શકો છો અને તમે તમારું વજન પણ ઘટાડી શકો છો.
તમે કદાચ જ જાણતા હશો કે તમારા રસોડામાં રહેલુ બ્લેક સોલ્ટ કેટલું ફાયદાકારક છે. લોકો ખાદ્યપદાર્થો, ફળો અને જ્યૂસમાં બ્લેક સોલ્ટનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમે તેનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં પણ કરો છો તો તમને વધુ ફાયદો મળી શકે છે. બ્લેક સોલ્ટ વાળને મજબૂત કરવા અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અહીં જાણો બ્લેક સોલ્ટના અદ્ભુત ફાયદાઓ…
- Advertisement -
હેલ્દી વાળ
દરરોજ બ્લેક સોલ્ટનો ઉપયોગ કરવાથી તમારા વાળ ચમકદાર અને ડેમેજ ફ્રી થઈ શકે છે. આ સાથે મીઠું સ્પીટ હેરને દૂર કરવા, ડેન્ડ્રફ ઘટાડવા અને વાળ ખરતા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો તેને હેર પેકમાં પણ સામેલ કરી શકો છો.
- Advertisement -
એસિડિટી
બ્લેક સોલ્ટ પેટમાં વધારાનું એસિડ ઘટાડવામાં મદદ કરે છે. બ્લેક સોલ્ટમાં હાય મિનરલ્સ હોય છે જે એસિડ રિફ્લક્સથી થતા નુકસાનને ઘટાડે છે.
મસલ્સમાં સોજો
બ્લેક સોલ્ટમાં થોડી માત્રામાં પોટેશિયમ હોય છે જે મસલ્સના કામ કરવા માટે જરૂરી છે. આ દુખાવામાં અને મસલ્સના સોજાને રોકવામાં ઈફેક્ટિવ છે.
વજન ઘટવું
બ્લેક સોલ્ટમાં એન્ટી-ઓબેસિટી ગુણ મળી આવે છે જે જાડાપણા અને વજન બન્નેને ઓછુ કરવામાં મદદ કરે છે. ભોજન કર્યા બાદ જો તમારૂ પેટ ભારે લાગતુ હોય તો તમે બ્લેક સોલ્ટને ગરમ પણીમાં મિક્સ કરીને ચાની જેમ પીવો.
સ્કિન
મિનરલ્સથી ભરપૂર બ્લેક સોલ્ટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમારી ત્વચા ફાટી હોય તો હુંફાળા પાણીમાં બ્લેક સોલ્ટ મિક્સ કરીને તે જગ્યા પર લગાવો. આમ કરવાથી તમારી ત્વચા સ્વસ્થ થવા લાગશે. બ્લેક સોલ્ટ મચકોડ મટાડવામાં પણ મદદ કરે છે.
પાચન તંત્રમાં મદદરૂપ
બ્લેક સોલ્ટ લીવરમાં પિત્તના ઉત્પાદને કંટ્રોલ કરીને પાચનતંત્રમાં મદદ કરે છે. આ ઉપરાંત, તે નાના આંતરડામાં થતી શોષણ પ્રક્રિયાઓને વધારવામાં પણ મદદ કરે છે.
સ્વેલિંગ ઘટાડવામાં અસરકારક
કેટલાક લોકોને વારંવાર સ્વેલિંગ અને હાર્ટબર્નનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં એવા લોકોએ દરરોજ બ્લેક સોલ્ટ ખાવું જોઈએ. બ્લેક સોલ્ટ એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.