ભોગ બનનાર યુવાનના મિત્રને હળવદ પોલીસે હાઈવે પરથી પિસ્તોલ સાથે ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
ધ્રાંગધ્રા પોલીસ મથકે 7 જાન્યુઆરીના રોજ અમદાવાદના પ્રભાકર કનોજિયા નામના યુવાનને એક કા દબાણની લાલચ આપી રૂપિયા 69 લાખની છેતરપિંડી થઈ હોવાનો ગુન્હો નોંધાયો હતો. આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમદાવાદ ખાતે રહેતા પ્રભાકરભાઇને પોતાના મિત્ર દ્વારા જાણ થઈ હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે એક ઇશમ બે ગણા રૂપિયા કરી આપે છે જે લાલચને લીધે બંને મિત્રો સાયલા ખાતે આ ઉષ્માને મળી બાદમાં ટેસ્ટ માટે ચલણી નોટો લઈ જઈ બજારમાં તેનો ઉપયોગ કરી બાદમાં રૂપિયા 69 લાખને ડબલ કરવાની લાલચે 6 જાન્યુઆરીની રાત્રે ફરીથી પોતાના મિત્રો સાથે બે કાર લઈને સાયલા ખાતે આવ્યા હતા જ્યાં રૂપિયા ડબલ કરી આપવાની વાતો કરતો અનિરુધ્ધસિંહ ઝાલા દ્વારા પ્રભાકરભાઇને આશરે દશેક લાખ આપ્યા બાદ વધુ રૂપિયા ધ્રાંગધ્રા આજુબાજુ આપવાનું નક્કી કર્યું હતું અને ધ્રાંગધ્રાના બાવળી ગામ નજીક ચિલ્ડ્રન બેંકની ખોટી નોટોના બંડલ પકડાવી છેતરપિંડી આચરી અનિરુધ્ધસિંહ નાશી ગયો હતો. આ પ્રકારનો ગુન્હો ઓનરેકર્ડ નોંધાયો છે પરંતુ આ ગુન્હા પાછળ કેટલુંય એવી ઘટનાઓ પણ હતી જે પોલીસથી છૂટી ગઈ છે અથવા તો જોઈ જાણીને છોડી દેવાઈ છે.
- Advertisement -
જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રીના સમયે ધ્રાંગધ્રા ખાતે જ્યારે પ્રભાકરભાઇ અને તેઓના મિત્રોને વધુ રૂપિયા લેવા માટે બોલાવ્યા તે સમયે અહીં માથાકુટ પણ થઈ હતી અને અહીં માથાકૂટમાં ફાયરિંગ પણ થયા હોવાની આશંકા છે. જ્યારે આ માથાકુટ થયા બાદ કુલ બે એક્સ.યુ.વી કાર ત્યાંથી ફુલ સ્પીડમાં જુદા જુદા રસ્તેથી ભાગી છૂટી હતી જેમાં એક કાર હળવદ તરફ નાશી હતી જેને કોંઢ ગામના જ એક પોલીસકર્મી જે હાલ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે તેઓ દ્વારા હળવદ પોલીસને જાણ કરી હતી અને સારા ચોકડી પાસે આ કારણે હળવદ પોલીસે આત્રી લીધી હતી જ્યારે બીજી ઍક્સ.યુ.વી કાર ધ્રાંગધ્રા પોલીસ દ્વારા આત્રિ લેવાઈ હતી. આ તરફ સવાર પડતા જ ફરિયાદી પ્રભાકરભાઇ સાથે છેતરપિંડી થયાનો ગુન્હો નોંધી દેવાયો હરી પરંતુ જે ઘટના પોલીસે છુપાવી હતી તે ઘટના હળવદ પોલીસની એક ફરિયાદના આધારે ખુલ્લી પડી ગઈ છે જેમાં હળવદ પોલીસે હાઈવે પર કાવાડિયા ગામના પાટિયા પાસેથી જીજે 27 ઈ સી 9789 વાળી એક્સ.યુ.વી કારમાંથી અખેરામસિંહ દયાલસિહ ચૌધરી રહે: મૂળ રાજસ્થાન, હાલ: નારોલ, અમદાવાદ વાળાને એક પિસ્તોલ અને 17 જીવ્યા કારતૂસ સાથે ઝડપી લીધો હોવાનો ગુન્હો નોંધ્યો હતો જ્યારે હળવદ પોલીસના હાથે ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયેલ આ અખેરામસિંહ ચૌધરી ધ્રાંગધ્રા ખાતે 7 જાન્યુઆરીના રોજ થયેલ છેતરપિંડીના ગુન્હાની ગુન્હાની ફરિયાદમાં ફરિયાદ કરનાર પ્રભાકરભાઇનો મિત્ર અમદાવાદથી સાથે આવ્યો હોવાનું ઉલ્લેખ કરાય છે અને 7 જાન્યુઆરીના રોજ સવારે આ અખેરામસિહ ચૌધરીની ઍક્સ.યુ.વી કાર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે જોવા મળે છે. જેથી આ સમગ્ર ઘટનામાં ધ્રાંગધ્રા પોલીસ અથવા તો હળવદ પોલીસ જોઈ જાણીને ખરેખર બનેલી ઘટનાને છુપાવતી હોય તેવું સ્પષ્ટ સામે આવ્યું છે.
પોલીસ જોઈ જાણીને કંઈ છુપાવવા પ્રયત્ન કરી રહી છે
હળવદ પોલીસે જે શખ્સ પર ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુન્હો નોંધ્યો તેની કાર 7 જાન્યુઆરીના રોજ સવારે ધ્રાંગધ્રા પોલીસના કબ્જામાં હોય છે તો શું ધ્રાંગધ્રા પોલીસને આ શખ્સ પાસે હથિયાર હોવાની માહિતી ન હતી કે પછી આખોય ઘટનામાં પોલીસ જોઈ જાણીને કોઈ છુપાવવા પ્રયત્ન કરી રહી છે ?
- Advertisement -
માથાકુટમાં ફાયરિંગની પણ આશંકા વ્યક્ત કરાય
ધ્રાંગધ્રા ખાતે છેતરપિંડી થયાની જાણ થતા માથાકુટ થઈ હતી જેમાં ફાયરિંગની પણ આશંકા વ્યક્ત કરાય છે છતાંય પોલીસે ગુન્હામાં ક્યાંય માથાકુટ દર્શાવી નથી, જ્યારે મોરબી પોલીસમાં ફરજ બજાવતા મૂળ કોંઢ ગામના પોલીસકર્મીએ જ હળવદ પોલીસને માહિતી આપી સરા ચોકડી પાસે નાકાબંધી કરાવી હતી.