ગ્રીસથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બંન્ને ટ્રેન પરસ્પર અથડાવાના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મૃત્યુના સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ દુર્ઘટના ગ્રીક શહેર થેસાલોનિકી અને લારિસાની વચ્ચે થઇ છે.
માલગાડી સાથે પેસેન્જર ટ્રેન અથડાઇ
રિપોર્ટસમાં જણાવ્યા અનુસાર, મોડી રાત સુધી પેસેન્જર ટ્રેન અને એક માલગાડીની વચ્ચે અથડામણ થઇ છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે, જેના કારણે કેટલાક ડબ્બા ટ્રેનના પાટા પરથી ઉતરી ગયા હતા. ત્રણ ડબ્બામાં આગ લાગી ગઇ હતી. પેસેન્જર ટ્રેનમાં બેઠેલા મોટી સંખ્યામાં યાત્રીકો આ દુર્ઘટનાના શિકાર થયા હતા. અત્યાર સુધીમાં 16 લોકોના મૃતદેહો મળ્યા છે, જેથી 85 થી વધઆરે ઇજાગ્રસ્ત હોસ્પિટલ પહોંચી ગયા છે. જેમાં 25ની હાલત ગંભીર છે.
- Advertisement -
https://twitter.com/Mentnews_/status/1630745652580818946?ref_src=twsrc%5Etfw
દુર્ઘટનાના વીડિયો વાયરલ થયા
ગ્રીસની રાજધાની એથેંસથી લગભગ 235 માઇલ ઉત્તરમાં ટેમ્પીથી નજીક બનેલી ઘટના પછી કેટલાક વીડિયો અને ફોટો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનીક પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છએ. ત્રણ ડબ્બામાં ભયાનક આગ લાગી છે. ફાયર વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 16 લોકોની મૃત્યુ થઇ છે, જેમાં લગભગ 85 લોકો ઇજાગ્રસ્ત છે.