પેસેન્જર રેવન્યુની સાથે આવકનાં નવા સ્ત્રોત ઉભા કરવા પર રેલવેનું ફોકસ
રાજકોટ ડિવિઝનની એપ્રિલ મહિનામાં 136 કરોડની આવક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાનાં કપરા કાળમાં ટ્રેનો બંધ હોવાથી રેલવેની પેસેન્જર આવકમાં ગાબડું પડતા ગુડ્ઝ ટ્રાફિક વધારવા ખાસ કમિટી બનાવીને પ્રયાસો કર્યા હતા તે હવે કોરોનાની ત્રીજી લહેર પુરી થઈ છતાં ચાલુ રાખવામાં આવ્યા. રાજકોટ રેલવેની માલ ભાડાંની આવકમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 11.20 ટકાનો વધારો થયો છે.
રેલવે બોર્ડનાં આદેશથી દરેક ડિવિઝનોમાં ખાસ ગુડ્ઝ ટ્રાફિક વધારવા એક બિઝનેસ કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીની સલાહ મુજબ અનેક સ્તરે પગલા લેવામાં આવી રહયા છે. રાજકોટ રેલવે ડિવિઝનમાં નાણાંકિય વર્ષ 2021-22માં ગુડ્ઝ ટ્રાફિકની આવક વધીને રૂ. 1797.37 કરોડની થઈ હતી જયારે ગત વર્ષ વર્ષ 2020- 21માં માલ ભાડાની આવકનો આંક રૂ. 1616.53 કરોડનો હતો તેમાં એક વર્ષમાં 11.20 ટકાનો વધારો થયો છે. છેલ્લા એપ્રિલ મહિનામાં જ માલભાડાંની આવક રૂ. 136કરોડની થઈ હતી અગાઉનાં નાણાંકિય વર્ષમાં પણ એપ્રિલમાં આવકનો આંક રૂ. 136 કરોડ જેટલી જ રહી હતી.