મનોદિવ્યાંગ દિવસ નિમિત્તે બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું; સંસ્થા દ્વારા રૂ.130માં ધાબળો નોંધાવી સહયોગની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની અગ્રણી સેવા સંસ્થા ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા શિયાળાની કાતિલ ઠંડીમાં ફૂટપાથ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા જરૂરતમંદ પરિવારોને હૂંફ આપવા માટે મોટું અભિયાન શરૂ કરાયું છે. સંસ્થાએ રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 1200 જેટલા લોકોને ધાબળા આપવાનો સંકલ્પ કર્યો છે.
આ “કંબલ અભિયાન” અંતર્ગત, 8 ડિસેમ્બરના રોજ વિશ્વ મનોદિવ્યાંગ દિવસ નિમિત્તે શહેરના મનોદિવ્યાંગ બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે તેમને સ્વેટર/જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરા, પ્રવીણ ચાવડા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના ચહેરા પરનું સ્મિત જોઈને સૌ ભાવવિભોર થયા હતા.સંસ્થા દ્વારા જનતાને પણ આ સત્કાર્યમાં સહભાગી બનવા અપીલ કરાઈ છે. એક ધાબળા/સ્વેટરની કિંમત રૂ. 130/- છે, જેમાં આપ યથાશક્તિ ધાબળા નોંધાવીને પુણ્યના કામમાં જોડાઈ શકો છો. બેન્ક એકાઉન્ટ વિગતો: નામ: ફ્રીડમ યુવા ગ્રુપ (કરંટ એકાઉન્ટ), નંબર: 117788700000263, ઈંઋજઈ: ઢઊજઇ0001177, બેંક: ઢઊજ ઇઅગઊં, સાધુ વાસવાણી બ્રાન્ચ



