દૈનીક 350 થી 400 લીટર છાસનું વિતરણ કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ, છેલ્લાં 12 વર્ષથી ધોમધખતા તાપ અને ઓગાળી નાખતી ગરમીમાં નબળા/પછાત વિસ્તારોમાં રહેતા અને ટાંચી સગડ ધરાવતા પરિવારોનો કોઠો ઠારે એ માટે દૈનિક ધોરણે 350 થી 400 લીટર ઠંડી છાશનું વિતરણ (ઉનાળાના બે મહિના સુધી) કરે છે. આ અનોખો સેવાયજ્ઞ ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા સતત 13માં વર્ષે શ્રી અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મુખ્ય સહયોગ અને અન્ય નામી અનામી દાતાશ્રીઓના સહયોગથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભે 30 માર્ચ 2025થી છાશ માટેના વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ શુભારંભ પ્રસંગે શ્રી અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના શ્રી જયંતભાઈ ધોળકિયા, જ્હાનવીબેન લાખાણી, હસુભાઈ, સામાજીક અગ્રણી વિનુભાઈ ઝીંઝુવાડીયા, જાણીતા એડવોકેટ પંકજભાઈ દેસાઈ, મોઢ વણિક અગ્રણી જયેન્દ્રભાઈ મહેતા સહિતના મહાનુભાવો સવિશેષ ઉપસ્થિત રહી આ સેવાકાર્યને બિરદાવેલ હતું. ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટના ઉનાળુ છાસ વિતરણ કેન્દ્રના શુભારંભ પ્રસંગને સફળ બનાવવા સંસ્થાપક ભાગ્યેશ વોરા, મનોજ ડોડીયા, પ્રવીણ ચાવડા, સંજય પારેખ, રસિક મોરધરા, નીતિન ઝરીયા, રીતેશ ચોકસી, રાજુભાઈ માસ્તર સહિતનાઓ એ જહેમત ઉઠાવી હતી. આપનો યથાયોગ્ય આર્થિક સહયોગ આપવા સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઇ ચાવડા ( મો.97230 33250) પર સંપર્ક કરવા જણાવાયું છે.