સતત 22મા વર્ષે જરૂરિયાતમંદ બાળકોને સહાય માટે સમારંભ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની સેવા સંસ્થા ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા સતત 22માં વર્ષે શહેરના મનોદિવ્યાંગ બાળકો અને જરૂરિયાતમંદ વિધાર્થીઓને ફૂલ સ્કેપ બુક્સ, સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, કંપાસ, એક્ઝામ પેડ સહિતની શૈક્ષણિક કીટ અર્પણ કરવા શૈક્ષણિક કીટ વિતરણ સમારંભ હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. આ 22માં શૈક્ષણિક સાધન સહાય સમારંભનાં અધ્યક્ષ સ્થાને પ્રદેશભાજપ અગ્રણી અને દાતા કશ્યપભાઈ શુક્લના હસ્તે સમારંભનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ તકે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનીષભાઈ રાડિયા, સમારંભના મુખ્ય દાતા હેમાક્ષીબેન ઘોડાદ્રા, ડો.મયંક ઠક્કર, ડી.વી.મહેતા, નીરજભાઈ મહેતા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, વા .ચેરમેન ડો.પ્રવીણભાઇ નિમાવત, વિરલભાઈ પલાણ, એચ.એ.નકાની, કિરીટભાઈ પાંધી, સંદીપભાઈ પટેલ, સરોજબેન, વોર્ડ નં.7ના નગરસેવિકા જયશ્રીબેન ચાવડા તથા વર્ષાબેન પાંધી, કેતનભાઈ પારેખ, સંજયભાઇ મણિયાર, સાવનભાઈ ભાડલીયા, સી.એ. પ્રશાંતભાઈ ગાંગડિયા, અમિતભાઈ આર.પટેલ, વિનુભાઈ ઝીંઝુવાડીયા, વિશાલભાઈ મીઠાની, ઉત્તમભાઈ રાડિયા, ઈલેશભાઈ પારેખ, નટુભાઈ ચાવડા, વોર્ડ નં.7ના પ્રભારી શૈલેષ હાપલિયા, વિશાલ માંડલિયા, પાર્થરાજ ચૌહાણ, દીપક પારેખ, અજય ચૌહાણ, ચિરાગ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા. મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ સમયે નિર્દોષ બાળરાજાઓના ચહેરા પરની સ્મિત જોઈ ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા.
આ વર્ષે મનોદિવ્યાંગ તેમજ જરૂરીયાતમંદ બાળકોને પણ આ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. જેનાં માટે નવશક્તિ વિદ્યાલયનાં માધ્યમથી મનોદિવ્યાંગ બાળકોને શોધવામાં મદદ મળી હતી. ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા આયોજિત 22માં શૈક્ષણિક કીટ વિતરણ સમારોહને સફળ બનાવવા સંસ્થાનાં સંસ્થાપક ભાગ્યેશ વોરાના માર્ગદર્શન હેઠળ ચેરમેન મનોજ ડોડીયા, વા. ચેરમેન સંજય પારેખ, પ્રમુખ પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, ચંદ્રેશ પરમાર, નિમેષ કેસરિયા, અલ્પેશ પલાણ, રસિક મોરધરા, રાજન સુરૂ, નિતીન જરીયા, ધવલ પડીઆ, હર્ષદ ચોકસી, રિતેશ ચોકસી, મિલન વોરા, અલ્પેશ ગોહેલ, જીતેશ સંધાણી, જીજ્ઞેશ આહીર, ચેતન મહેતા, ધૃવ રાજા, કૌશલ બુંદેલા,પરેશ ગોહેલ, અભી આહીર સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.



