ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ આજનો સમય સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે અને તેના માટે યુવાનો સતત મહેનત કરતા જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં પણ યુવાનો જોરશોરથી સરકારી સેવાઓમાં જવા માટે તૈયારીઓ કરતા હોય છે. પણ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં યુવા ભાઈઓ બહેનો ઘણીવાર માહિતી તથા માર્ગદર્શના અભાવે સરકારી નોકરીઓથી વંચિત રહી જાય છે. પણ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં સ્વતંત્ર સ્વ સંચાલિત બીએસકેસી આઇએએસ સ્ટડી સેન્ટર યુવાનોના સ્વપ્નો પૂરા કરવા તેમને યોગ્ય દિશામાં મદદ અને માર્ગદર્શન આપવા તેમજ મદદ કરવા તૈયાર હોય છે. છેલ્લા ત્રણ વર્ષમાં અહીથી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પરીક્ષાઓમાં 100થી વધુ વિધાર્થીઓ ઉતીર્ણ થઈને પોતાની કારકીર્દી તેમજ સરકારી સેવાઓમાં પણ સેવારત છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણા ફેરફારો કર્યા છે અને સીસીઈ તેમજ પોલીસ પરીક્ષામાં પણ નવા મમાળખાત મહત્વપૂર્ણ ફેરફારો થયા છે.
કોડીનારના તેમજ ગુજરાતમાં એકમાત્ર સંપૂર્ણ નિ:શુલ્ક રેસિડેન્શિયલ સુવિધા સાથેનું ડિઝીટલ માધ્યમો સાથે કાર્યરત અને વિશાળ તજજ્ઞોની ટીમ સાથે કાર્યરત એકેડેમી તથા જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા લાયબ્રેરી, બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ રિડિંગ ઝોન, એસી, પ્રોજેકટર કલાસ તેમજ સીસીટીવી સજજ બિલ્ડિંગ જેવી અધતન સુવિધા ધરાવતી સ્વતંત્ર સામાજિક સંસ્થા એટલે બીએસકેસી આઇએએસ સ્ટડી સેન્ટર કોડીનાર દ્વારા મોટીવેશનલ સ્પીકર અને ગુજરાતમાં ખ્યાતનામ વર્ગોમાં શિક્ષણ વિષયક સેવાઓ આપનાર માર્ગદર્શક તજજ્ઞ નરેન્દ્ર ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું હતું.
કોડીનારના યુવાઓ માટે CCE અને પોલીસ પરીક્ષા અંગેનો ફ્રી સેમિનાર
