ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર શહેરની સેવાભાવી સંસ્થા ગણપતિ ઉત્સવ સમિતિ તરફથી ખાપણ કાટિયાની સેવા વિનામુલ્યે આપવામાં આવતી હોય આ સંસ્થા તરફથી તાજેતરમાં દાતાઓના આર્થીક સહયોગથી શબવાહીનીનું લોકાર્પણ કરવામાં આવેલ ત્યારબાદ જરૂરિયાત મંદો માટે લાકડી, વોકર,ખુડશી, વિગેરે ઉપરાંત હવાના ગાદલા અને યુરિનલ બોક્સની સુવિધાઓ લોકોને પુરી પાડવામાં આવી રહી છે ત્યારે આ સંસ્થાની કામગીરીથી પ્રભાવિત થઈને સમિતિને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને સરસઇ જિલ્લા પંચાયત સીટના સદસ્ય વિપુલભાઈ છગનભાઇ કાવાણી તરફથી આધુનિક ઓટોમેટિક ઓક્સિજન મશીન એક કમ્પ્લીટ કરીને લોકોની સુવિધાઓ માટે સમિતિને ભેટ આપેલ છે વધુ એક ઓક્સિજન મશીન મિથીલેશ હરિભાઈ રીબડીયા પ્રેમપરા તરફથી સમિતિને ભેટ આપેલ છે જયારે આ ઓક્સીઝન મશીન વિના મુલ્યે આપવામાં આવશે.
વિસાવદરમાં ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વિના મુલ્યે ઓક્સિજન મશિન અપાશે
