સર્વ સમાજમાં લોકચાહના ધરાવનાર અને અનેક લોકો ને ધંધા રોજગાર માટે સાથ પ્રેરણા આપનાર, ક્ષત્રિય રાજપૂત કન્યા છાત્રાલય નારણકાના ટ્રસ્ટી તથા દાતા, બેડીપરા રાજપૂત સમાજ આગેવાન કારડીયા રાજપૂત સમાજ શ્રેષ્ઠી સ્વ.બેચરભા પાંચાભા પરમારના જન્મ દિવસ નિમિતે આજ રોજ એમના પરિવાર સંચાલિત બેચરભા પાંચાભા પરમાર તથા વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ માનવસેવા માટે રાજકોટ ખાતે મેડિકલ સાધન સેવા કેન્દ્ર અતિથિ પાર્ટી પ્લોટ, કે.કે.વી. ચોક પાસે 150 ફૂટ રિંગ રોડ પર ખુલ્લું મુકાયું.
આ મેડિકલ સાધન સેવા કેન્દ્ર પરથી દર્દીઓની સારવાર માટે પલંગ, એરબેડ,ઓક્સિજન બોટલ, ઓક્સિજન કીટ, વ્હીલચેર, વોકર,લેટ્રીન ચેર, લેટ્રીન સ્ટુલ, લેટ્રીન ટબ, યુરિન પોટ, વોકિંગ સ્ટીક, ગરમ પાણીની થેલી, બરફની થેલી જેવા સાધનો વિનામૂલ્યે ઉપયોગ કરવા મળશે.
- Advertisement -
એડ્રેસ-
બેચરભા પાંચાભા પરમાર તથા વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ
મેડિકલ સાધન સેવા કેન્દ્ર
કાર્યાલય:- c/o ચંદુભા પરમાર
(ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના)
અતિથિ પાર્ટી પ્લોટ, કે. કે. વી. ચોક પાસે
150 ફૂટ રિંગ રોડ, રાજકોટ.


