કેમ્પમાં 200 શ્રવણયંત્ર અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન છેલ્લા 28 વર્ષોથી ફ્રી શ્રવણયંત્ર આપવાનો કેમ્પ કરે છે. જેઓને કાનમાં સંભળાતું ન હોય, ઓછું સંભળાતું હોય કે કોઈ તકલીફ હોય તેઓને ક્લબના જ ડોકટરો દ્વારા સૌપ્રથમ ચેક કરવામાં આવે છે અને તેઓને કાનમાં સાંભળવાનું મશીન ફ્રી આપવામાં આવે છે.
- Advertisement -
આ કેમ્પ તા. 16-2-2025 રવિવારના રોજ યોજાશે. જેમાં કુલ 200 શ્રવણયંત્ર આપવામાં આવશે. રોટરી મીડટાઉનની હોસ્પિટલમાં આ કેમ્પ વર્ષમાં બે વખત યોજાય છે. જરૂરિયાતમંદ દર્દીઓને વિતરણ ઉપલબ્ધ છે. તા. 16-2-25 ને રવિવારના આ કેમ્પમાં ડો. સુનિલભાઈ મોદી, ડો. જતિનભાઈ મોદી, ડો. નિરવભાઈ મોદી, ડો. દર્શનભાઈ ભટ્ટ, ડો. જુહીબેન મણિયાર સેવા આપનાર છે. આ કેમ્પને સફળ બનાવવામાં હિતેશભાઈ અનડકટ અને ફેમિલી, ડો. નિરવભાઈ મોદી, અનિલભાઈ જસાણીનો આર્થિક સહયોગ મળેલ છે. આ કેમ્પને સફળ બનાવવામાં રોટરી મીડટાઉનના મેમ્બર્સ મહેનત કરી રહ્યા છે. કેમ્પનો સમય સવારે 8થી 11 વાગ્યાનો છે. સ્થળ: ડી.પી.એમ.સી., ‘લલિતાલય’ મીડટાઉન હોસ્પિટલ, 6, ગીતગુર્જરી સોસાયટી, પેટ્રીયા હોટલની સામેનો રોડ, જૂના એરપોર્ટ રોડ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.