ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય છેલ્લા 33 વર્ષથી ગુજરાતમાં મનોદિવ્યાંગ અને શારીરિક દિવ્યાંગોની અવિરત સેવા સાથે સંકળાયેલી સંસ્થા છે. સંસ્થાનું મુખ્ય ધ્યેય દિવ્યાંગજનને સમાજમાં આત્મનિર્ભર બનાવવાનું છે ત્યારે આ સંસ્થા દ્વારા પ્રથમવાર રાજકોટમાં નિ:શુલ્ક સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દિવ્યાંગ લોકોને બેટરી ચાલિત ટ્રાયસિકલ, વ્હીલચેર, સાદી ટ્રાયસિકલની સહાય આપવામાં આવશે. ઈલેક્ટ્રિક ટ્રાયસિકલ માટે માત્ર તે લાભાર્થીઓ પાત્ર રહેશે જેઓની શારીરિક દિવ્યાંગતા 80% કે તેથી વધુ છે. આ કેમ્પનો શુભારંભ સહયોગી સંસ્થા ‘ૐ દાદા ફાઉન્ડેશન, રાજકોટ’ અને ગુરુદેવ આત્મયોગી ૐ દાદાના હસ્તે થશે.
પાત્ર લાભાર્થીઓએ સમયસર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. કેમ્પનું સ્થળ અને સમય પછીથી મોબાઈલ અથવા વ્હોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા જીતેન્દ્રભાઈ જોશી, નિમેષભાઈ ભાલોડીયા, જીજ્ઞેશભાઈ વાગડીયા, એડવોકેટ નયનભાઈ કોઠારી, મિતેશભાઈ દોશી, અક્ષયભાઈ કંટારીયા, ક્ધિનરીબેન ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો.નં. 9737297612 અને 9904241814 પર સંપર્ક કરી શકાશે.



