ખાસ-ખબર સંવાદદાતા
ઉદિત પાઠશાલાની રાજકોટ શાખાના સભ્યોએ ગરીબ બાળકોને મફતમાં વિદ્યાદાન આપવાનું નક્કી કર્યુ હતુ. જે માટે તેમણે શીતલ પાર્ક નજીક આવેલી આર.કે.ટાવરના ક્ધસ્ટ્રક્શન સાઇટ પર રહેતા ગરીબ લોકોના બાળકોનો એક સર્વ કર્યો. જેમાં તેમણે બાળકોનાં નામ, ઉંમર, અભ્યાસ વગેરે…પ્રાથમિક માહિતી મેળવવામાં આવી. ત્યાર બાદ ટીમના સભ્યો દ્વારા દર રવિવારે તે સાઇટ પર જઇને શિક્ષણ આપવાનું ચાલુ કર્યુ.
- Advertisement -
આ ભગીરથ કાર્યમાં 100 થી વધુ સભ્યો જોડાયેલા છે, જેને ચાલુ કર્યાને લગભગ એક વર્ષ થવા આવ્યુ છે. આ બાળકોને શિક્ષણની સાથે પાઠશાલાના સભ્યોએ જીવન જરૂરી ચિજવસ્તુઓ પણ પુરી પાડી છે. આ બાળકોને સભ્યો દ્વારા આધુનિક યુગમાં ચાલતી નવીન શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.
બાળકોનાં સર્વાંગી વિકાસ માટે રમતગમત, શારીરિક કસરતો, દરેક તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. હાલમાં પાઠશાલા રાજકોટનાં માધ્યમથી આશરે 70 જેટલાં બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે.
- Advertisement -
પાઠશાલા રાજકોટની ટીમ બાળકોને તેમની માતૃભાષામાં અક્ષરજ્ઞાન મળી રહે તેના માટે સતત અથાગ પરિશ્રમ કરી રહી છે, અને માર્ચ 2022 માં પાઠશાલા રાજકોટ દ્વારા 11 બાળકોનું એડમિશન બજરંગવાડી સ્થિત નગર પ્રાથમિક શાળા નં. 59 માં કરાવેલ છે. રાજકોટ પાઠશાલાની ટીમના સભ્યોના નામ અનુક્રમે જિજ્ઞાસાબેન ભૂંડિયા (મેનેજમેન્ટ ટીમ હેડ), મોહમ્મદરિયાઝ સમા(ટીચિંગ કમિટી હેડ), જેપીનભાઈ ફળદુ (ફન્ડિંગ કમિટી હેડ), નિધિ બારહટ (કો.મેનેજમેન્ટ કમિટી હેડ), મોનિલભાઈ નારીયા ( કો.ટીચિંગ કમિટી હેડ), યશભાઈ વેરાયા (ઇવેન્ટ મેનેજમેન્ટ હેડ), નિધિબેન પરમાર (સોશિઅલ મીડિયા સંચાલક), ફેનાબેન કાપડીયા (મેનેજમેન્ટ ટીમ મદદનીશ), ફેનાબેન ત્રંબાડિયા (મેનેજમેન્ટ ટીમ મદદનીશ) છે.