રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ વરીયાળીના શરબતનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આકરા તાપમાં લોકોને રાહત આપવાના ઉમદા હેતુસર કેકેવી ચોક ખાતે શરબતનું વિતરણ કરાયું હતું. આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમિન ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનિષ રાડીયા, ધર્મેન્દ્રભાઈ ભગત, હકુભા જાડેજા, ચૈતન્ય પંડ્યા દ્વારા દાતા અને શુભેચ્છકોના સહયોગથી વરીયાળીના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.



