દિવ્યાંગતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજકોટમાં સૌરાષ્ટ્રવ્યાપી મેગા કેમ્પનું આયોજન
ઋષિકેશની પરમાર્થ નિકેતન અને મહાવીર સેવા સદન સંસ્થાના પ્રોજેક્ટ હેઠળ સેવાકાર્ય
- Advertisement -
વહેલા તે પહેલોના ધોરણે રજીસ્ટ્રેશન કરવા સંસ્થા દ્વારા અપીલ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજના દિવ્યાંગતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રવ્યાપી દિવ્યાંગ સહાય મેગા કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે. રાજકોટના પ્રખર ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઇ ઠક્કરની પ્રેરણાથી ઋષિકેશની પરમાર્થ નિકેતન અને કલકતાની મહાવીર સેવા સદન સંસ્થાના પ્રોજેક્ટ હેઠળ આ માનવતાવાદી આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમ્સ એન્ડ જ્વેલરી એકેડેમિક ફેડરેશનના નિખીલભાઇ બારભાયા અને એસબીઆઇ (આરએસઇટીઆઇ)ના પવનકુમાર ગૌર અને જીજ્ઞેશગીરી ગોસ્વામી દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના નાના મોટા શહેરો અને ગામોમાં વસતા શારીરિક ખોડખાપણ ધરાવતા દિવ્યાંગોને મદદરૂપ બનવા કૃત્રિમ હાથ પગ અને કેલીપર્સનું વિનામુલ્યે વિતરણ કરીને માનવતાની જ્યોત પ્રજ્વલિત રાખવાના શુભ આશય સાથે આગામી તા. 16, 17 અને 18 ડિસેમ્બર દરમિયાન રાજકોટ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રના નાના-મોટા શહેરો અને ગ્રામય વિસ્તારોમાં વસતા શારીરિક ખોડખાપણ ધરાવતા દિવ્યાંગોને જરૂરિયાત મુજબ કૃત્રિમ હાથ-પગ અને કેલિપર્સનું વિનામૂલ્યે વિતરણ કરીને તેમને આત્મનિર્ભર બનવામાં સહાય કરવાનો છે. આયોજકો દ્વારા વહેલા તે પહેલોના ધોરણે રજીસ્ટ્રેશન કરવાની અપીલ કરવામાં આવી છે.
આ મેગા કેમ્પના આયોજનમાં જેમ્સ એન્ડ જ્વેલરી એકેડેમિક ફેડરેશનના નિખીલભાઇ બારભાયા, જઇઈં છજઊઝઈંના પવનકુમાર ગૌર તેમજ જીજ્ઞેશગીરી ગોસ્વામીનો વિશેષ સહયોગ મળ્યો છે. કેમ્પનું સ્થળ જઇઈં (છજઊઝઈં), એ.જી. સ્ટાફ કોલોનીની સામે, વિમલનગરનો ખૂણો, નિલસિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગાર્ડી ગેટની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ રાખવામાં આવ્યું છે. અહીં દિવ્યાંગોની જરૂરિયાતનું મૂલ્યાંકન કરીને યોગ્ય સાધનોનું વિતરણ કરવામાં આવશે. વધુ માહિતી અને નોંધણી માટે આયોજકો દ્વારા જીજ્ઞેશગીરી ગોસ્વામી (મો. 99789-11008) પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.



