સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે નિદાન પ્રોગ્રામ દર મહિને બે શનિવારે યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના આરોગ્ય, શિક્ષણ અને સામાજિક વિકાસ ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડિયાાઉન તેમજ અમદાવાદ સ્થિત ઇંઈૠ હેલ્થ કેર ગ્લોબલના સંયુક્ત ઉપક્રમે કેન્સર અવેરનેસ અને નિદાન પ્રોગ્રામ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે યોજી રહ્યું છે. આ કેમ્પમાં રાજકોટ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવીને લાભ લઈ શકે છે, જેનાથી અમદાવાદ જવા માટેનો ખર્ચ અને સમય બચશે.
- Advertisement -
આ વર્ષે 23 ઓગસ્ટ, 2025ના રોજ શનિવારે, કેન્સર નિષ્ણાંત ડો. હર્ષવર્ધન શુક્લા શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના કિલ્લોલ, 1-મયુરનગર, રાજકોટ (ભવન, ભાવનગર રોડ, પૂર્વઝોન) ખાતે સવારે 9 થી 10 વાગ્યા દરમિયાન નિ:શુલ્ક નિદાન કરશે. રજીસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોન દ્વારા પણ કરી શકાય છે. કેમ્પમાં મોં, ગળું અને જડબાંના કેન્સરનું નિદાન કરવામાં આવશે. ટ્રસ્ટના ઉપક્રમે આ અભિયાન સાથે નાગરિકો કેન્સરનાં લક્ષણો વહેલાં ચિહ્નિત કરી સમયસર નિદાન મેળવી શકે છે. લક્ષણો જેમ કે લાંબા સમય સુધી ન રૂઝાતું ચાંદુ, અવાજ બેસી જવું, ખોરાક કે પાણી ગળવામાં તકલીફ, અને ગળામાં સતત દુખાવો જોવાઈ તો તરત નિદાન કરાવવું જોઈએ.
શહેરના જરૂરિયાતમંદ પ્રજાજનો માટે ટ્રસ્ટમાં ઘઙઉ સેન્ટર કાર્યરત છે, જ્યાં દસ રૂપિયામાં નિદાન અને સારવાર મેળવી શકાય છે. દર બુધવારે સવારે 9 થી 12 વિનામૂલ્યે નિદાન તેમજ નિષ્ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્ધ છે. ટ્રસ્ટમાં લેબોરેટરી, એક્સ-રે અને ફિઝીયોથેરાપી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કેમ્પ અને નિયમિત સેવાઓ ટ્રસ્ટના મેડિકલ કમિટીના સભ્યો ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. નયનભાઈ શાહ, ડો. વિભાકરભાઈ વચ્છરાજાની અને અન્ય ટીમ દ્વારા આપવામાં આવે છે. વધુ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ સાથે રૂબરૂ અથવા ફોન 0281-2704545/2701098 પર સંપર્ક કરી શકાય છે.