સાયબર ક્રાઈમ પોલીસે 5 આરોપીને ઝડપી ગુનો દાખલ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પરસાણાનગર શેરી નં.7માં રહેતા અને ગાયત્રી લાઇટ ડેકોરેશન નામે વ્યવસાય કરનાર મુકેશભાઇ મોહનભાઇ વાઘેલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ટીટીસી એપ્લીકેશન ડેવલોપ કરાવડાવી આ કામના અલગ અલગ સાહેદો પાસેથી બેંકના ખાતા મેળવી આ ઝઝઈ એપ્લીકેશનમાં વધુ વળતર આપવાની લાલચ આપી ફૂલ રૂ. 1,53,13,618 પડાવી લઈ તેની સામે વધુ ફ્રોડ કરવા ફરીયાદીને વળતર રૂપે કુલ રૂ. 49,05,200 પરત આપી ફુલ 1,04,08,417નુ ફ્રોડ થયાની ઘટના સામે આવી છે. આ કામના આરોપીઓએ ઝઝઈ નામની એપ્લીકેશન ડેવલોપ કરાવી ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડીયા પ્લેટફોર્મ ઉપર આ એપ્લીકેશનમાં રોકાણ કરી દીવસના 5 ટકાનું વળતર આપવાની લાલચ આપી આ કામના ફરેયાદીને એપ્લીકેશન શરુ થયાના થોડા દિવસો સુધી વળતર આપી બાદમાં મોટી રકમ જમા થતા એપ્લીકેશન બંધ કરી નાસી ગયા હતા. આ કામના 5 ઓરાપોને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ઝડપી લીધા છે.