બંગાળના દંપતીએ શીશામાં ઉતારી માત્ર 20 હજાર રૂપિયા જ પરત આપ્યા
રાજકોટ રહેતા ધર્મના માનેલા ભાઈએ માલવિયાનગર પોલીસમાં નોંધાવી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જર્મનીથી રાજકોટ ધર્મના માનેલા ભાઈના ઘરે આવ્યા બાદ બંગાળના દંપતિ સાથે પરિચય થતાં રોકાણના બહાને મહિલાએ 55.91 લાખ રૂપિયા જેવી મોટી રકમ ગુમાવતાં આ અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં નાનામવા રોડ પર ત્રિપદા સોસાયટીમાં રહેતા અને ઘર નજીક સેલ્સ એજન્સી ધરાવતા રાજેશભાઈ જયંતીભાઈ વિડજાએ પશ્ચિમ બંગાળના સબ્યાસાચી ગીરી અને તેની પત્ની રીટામંડલ સબ્યાસાચી ગીરી સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓડિશાના વતની અને જર્મની રહેતા મોનાલીબેન મિશ્રાનો પરિચય સોશિયલ મીડિયાથી થયો હતો અને બંને વચ્ચે ભાઈ બહેનના સંબંધ બંધાયા હતા. તેઓ જ્યારે ભારત આવતા ત્યારે રાજકોટ મારા ઘરે જ રોકાતા હતા. એપ્રિલ 2022માં રાજકોટ આવ્યા હતા ત્યારે કહ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો પરિચય પશ્ચિમ બંગાળના સબ્યાસાચી સાથે થયો હતો અન સબ્યાસાચીએ પોતાની ઓળખ એંજલ બ્રોકિંગમાં બ્રોકર તરીકે આપી હતી. શેરબજારમાં રોકાણ કરવાથી વધુ નફો મળશે તેવી વાત કરી મોનાલીબેનને તેણે વિશ્વાસમાં લીધા હતા. બાદમાં મોનાલીબેન ઓડિસા ગયા હતા ત્યારે સબ્યાસાચી અને તેની પત્ની રીટામંડલ તેમને ત્યાં મળ્યા હતા અને શેરબજારમાં રોકાણની વાત કરી તેમને ફસાવ્યા હતા. દંપતીની વાતમાં ફસાયેલા મોનાલીબેને 2020-2021માં કટકે-કટકે આ દંપતીના ખાતામાં રૂ.55.91 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. અડધો કરોડથી વધુ રકમ આપ્યા બાદ પણ આ દંપતી તરફથી રકમ નહીં મળતાં મોનાલીબેન ઉઘરાણી કરતા સબ્યાસાચીએ ખાલી 20 હજાર ટ્રાન્સફર કર્યા હતા, પોતાની સાથે છેતરપિંડી થઈ હોય પરંતુ પોતે જર્મની હોવાથી કાર્યવાહી કરી શકે તેમ નહી હોવાથી ધર્મના ભાઈ રાજેશભાઈને પાવર ઓફ એટર્ની તરીકે પાવર આપ્યો હતો અને રાજેશભાઈએ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ મોહન મહેશ્વરી સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે.
મહિલાએ કરેલ 36 ટ્રાનજેક્શનની તારીખ-રકમ વાઇઝ ડિટેલ
30-10-2020 1 લાખ
2-11-2020 1 લાખ
3-11-2020 2 લાખ
3-11-2020 1 લાખ
7-11-2020 93 હજાર
9-11-2020 2 લાખ
10-11-2020 2 લાખ
11-11-2020 2 લાખ
12-11-2020 1.07 લાખ
31-12-2020 1 લાખ
1-2-2021 2 લાખ
1-2-2021 1 લાખ
2-2-2021 2 લાખ
2-3-2021 1 લાખ 5 રૂપિયા
9-7-2021 2 લાખ
11-7-2021 2 લાખ
11-7-2021 1 લાખ
12-7-2021 1 લાખ
12-7-2021 2 લાખ
15-7-2021 1 લાખ
27-7-2021 2 લાખ
27-7-2021 1 લાખ
29-7-2021 2 લાખ
29-7-2021 1 લાખ
1-8-2021 2 લાખ
3-8-2021 2 લાખ
3-8-2021 1 લાખ
4-8-2021 1 લાખ
2-11-2021 1 લાખ
2-11-2021 1 લાખ
3-11-2021 14 હજાર
4-11-2021 1 લાખ
4-11-2021 5 લાખ
4-11-2021 1 લાખ
1-8-2021 4.97 લાખ