મનપાનો વેરો ઓછો કરાવી દેવાનાં નામે પૈસા લઈ ગયા બાદ ફોન બંધ કરી દીધો
A ડિવિઝન પોલીસ મથકમાં ઠગ મયુર ડાભી વિરુદ્ધ અરજી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર ઢોસા હબ નામે વેપાર કરતાં વેપારીને મનપાનો વેરો ઓછો કરાવી દેવાની લાલચ આપી ગઠિયો 32 હજાર રૂપિયાનું બુચ મારી નાસી જતાં આ અંગે એ ડિવિઝન પોલીસમાં અરજી કરવામાં આવી છે.
રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર ચોકમાં ઢોસા હબ નામે વેપાર કરતાં હિમાંશુ દીપકભાઈ ચંદારાણા નામના વેપારીએ મયુર ડાભી નામના શખસ સામે એ ડિવિઝન પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે અમારી બીજી બ્રાન્ચ યુનિવર્સિટી રોડ ઉપર હોય જેનો મનપાનો વેરો 90 હજાર રૂપિયા આવ્યો હોય, આ અંગે બનેવી કિશોરભાઈ ચીખલિયાને વાત કરી હતી.
તે પાન ખાવા જતાં હોય ત્યાં વાત-વાતમાં આ મયુર ડાભી સાથે ઓળખ થઈ હતી. તેણે આટલો બધો વેરો ન આવે હું ઓછો કરાવી દઇશ અને આગામી દિવસોમાં પણ આટલો વેરો નહીં આવે તેવી સર્વેશ્ર્વર ચોકમાં ચાની દુકાને વાત કરી હતી. બાદમાં તેણે તમારે 32 હજાર અત્યારે આપવા પડશે તેમ કહેતાં વિશ્ર્વાસ આવી ગયો હોય જેથી 4 જૂન 2024ના રોજ 32 હજાર રૂપિયા આપ્યા હતા. પાંચ છ દિવસ પછી ફોન કરતાં ફોન બંધ આવતો હોય જેથી કોર્પોરેશનમાં તપાસ કરવા જતાં ત્યાં અમારા નામે કોઈ વેરો ભરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળતાં મારી સાથે છેતરપિંડી થયાની શંકા ઉપજતાં મેં અરજી કરી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
- Advertisement -
મયુર ડાભીએ કેટલાય શિકાર કર્યાની ચર્ચા
ઢોસા હબના હિમાંશુ ચંદારાણા સાથે રૂપિયા 32 હજારની છેતરપિંડી આચરનાર શખસ મયુર ડાભીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે છેતરપિંડી કરનાર મયુરે છખઈનું નામ વટાવ્યું હોવા છતાં કોર્પોરેશન તરફથી તેની સામે કોઈ કાર્યવાહી શા માટે નથી થઈ એવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. વાસ્તવમાં આ ફ્રોડ કોર્પોરેશનનું નામ વટાવીને થયો છે- તેવી સ્થિતિમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે પણ ફરિયાદી બનવું જોઈએ.