ગુંદાળાના યુવાન પાસેથી પહેરવા 3 લાખનો સોનાનો ચેઇન લઈ ગયા બાદ બુચ મારી દીધું
મૃતક મિત્રના બેસણામાં પણ ગયો નહીં : જેતપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સોશિયલ મિડીયામાં વિવાદિત પોસ્ટ મૂકી ચર્ચામાં રહેતાં જેતપુરના ગુંદાળા ગામના બન્નીએ તેના જ ગામમાં રહેતા મિત્ર પાસેથી પ્રસંગમાં પહેરવા માટે 3 લાખનો સોનાનો ચેઇન લઈ જઈ પરત ન આપી છેતરપીંડી આચરતાં જેતપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. બનાવ અંગે જેતપુરના ગુંદાળા ગામે રહેતાં પરસોતમભાઈ ભીખાભાઈ કોટડીયા ઉ.60 નામના વૃધ્ધએ ભાવીન ઉર્ફે બન્ની ગોરધન ગજેરા સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં એક દીકરો જયેશભાઈ હતો તે ચારેક મહીના પહેલા બીમારી સબબ અવસાન પામેલ છે તેના પત્નિ સંગીતાબેન અને તેમના બે પુત્ર તેની સાથે રહે છે. ફરિયાદીના દીકરાના ખાસ મીત્ર ભાવીન ઉર્ફે બન્ને ગોરધન ગજેરા જે તેઓનો દીકરો હયાત હતો ત્યારે બન્ની ગજેરા દીકરા સાથે ઘરે અવાર નવાર આવતો હતો ચારેક વર્ષ પહેલા વર્ષ-2021માં બન્ની ગજેરા ઘરે દીકરા સાથે આવેલ અને તેઓના પરિવારને વાત કરેલ કે, મારે પૈસાની જરૂર છે, તમે મને પૈસા આપો હું તમને થોડાક દીવસમાં પાછા આપી દઈશ, પરંતુ તેની પાસે પૈસા હાથ ઉપર ના હોય જેથી ના પાડેલ હતી જે દરમિયાન બન્ની ગજેરા કહેવા લાગેલ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો અને પૈસા આપો જ તમારી પાસે અત્યારે પૈસા ના હોય તો વાંધો નહી હું બીજે ક્યાંકથી મેળ કરી
- Advertisement -
લઈશ તેમ કહી દીકરા જયેશને કહેલ કે, જયેશભાઈ તમે મને તમારો સોનાનો ચેઇન આપો પહેરવા માટે મારે એક પ્રસંગમાં જવાનું છે, ત્યાંથી આવીને તમને તમારો ચેન આપી દઈશ તેમ કહેતા તેને ત્રણ તોલાનો સોનાનો એક ચેન આપેલ હતો થોડાક દીવસ બાદ ભાવીન ઉર્ફે બન્ની ગજેરા પાસે ચેન પાછો માંગતા તેણે કહેલ કે, થોડાક દીવસમાં આપી દઈશ અને થોડાક દીવસ બાદ તેણે કહેલ કે, મેં તમારા ચેન ઉપર ગોલ્ડ લોન કરાવી લીધેલ છે, થોડાક દીવસ બાદ લોનના પૈસા ભરી તમને તમારો ચેન પાછો આપી દઇશ હાલ મારે પૈસાની ખુબ જ જરૂર હતી એટલે મેં લોન કરાવેલ છે ત્યારબાદ ફરિયાદીએ તેની પાસે પોતાનો સોનાનો ચેન માંગતા તેણે કહેલ કે, થોડાક દીવસ તમે મને ટાઈમ આપો અને મારી ઉપર વિશ્વાસ રાખો હું તમારી સાથે કાંઈ ખોટું નહી કરૂ મેં તમારા સોનાના ચેન ઉપર મણીપુરમ ફાયનાન્સ ધોરાજીમાંથી લોન લીધેલ છે, તે લોનના પૈસા ભરી તમારો સોનાનો ચેન છોડાવી તમને પાછો આપી દઈશ, પણ તમે આ વાત કોઇને કરતાં નહી તેમ વાત કરી આશરે એક વર્ષનો સમય પસાર કરી દીધેલ હતો. બાદમાં ફરિયાદી પરિવારે અવારનવાર કહેલ કે, તમે અમારો ચેન આપો જેથી અલગ-અલગ બહાનાઓ બનાવી હમણા થોડાક દીવસમાં લોનના પૈસા ભરી તમારો ચેન છોડાવી તમને આપી દઇશ તેવી વાતો કરી ઘરે આવવાનું ઓછુ કરી નાખેલ હતું. જેથી ભાવીન ઉર્ફે બન્ની ગજેરાના પિતાને સોનાના ચેનની વાત કરતા તેણે કહેલ કે, તમે શું કામ મારા દીકરાને આ ચેન આપેલ તેને દેવાની જરૂર ન હતી હવે તો તમે જાણો અને બન્ની જાણે તેમ વાત કરેલ હતી ત્યાર બાદ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું ગામમાં મળ્યો ત્યારે મારા ઉપર વિશ્વાસ ના હોય તો હું તમને મારા ચેક આપુ છું તેમ કહી બે ચેક આપેલ હતા જે બન્ને ચેક બેંકમાં નાખતા બાઉન્સ થયેલ હતા. ત્યારે આરોપીને કહેલ કે, તે આપેલ બન્ને ચેક બાઉન્સ થયેલ છે, જેથી તેણે કહેલ કે, તમે ચીંતા કરતા નહી અને ચેક બાઉન્સની ફરીયાદ કરતા નહી મને થોડો સમય આપો હું તમને તમારો ચેન પાછો આપી દઈશ તેવી વાત કરેલ પરંતુ આજ સુધી તે મળતો નહી અને ફરિયાદીના દીકરા જયેશભાઈના અવશાન બાદ તે ઘરે બેસવા પણ આવેલ નહી જેથી આરોપી ભાવિન ઉર્ફે બન્નીએ એક સોનાનો ચેઇન રૂ.3 લાખ તે પ્રસંગમાં પહેરવા માટે જોઇએ છે તેમ કહીને લઇ ગયેલ બાદ પરત ન આપી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.