કોડીનાર તાલુકાના ડોળાસાથી કોડીનાર વચ્ચે છેલ્લા આઠ માસ થી ફોરટ્રેકનું કામ સંપૂર્ણ બંધ છે.આ કામને 8 વર્ષ તો વિતી ગયા છતાં પુરૂ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યોં છે. ઉના થી કોડીનાર વચ્ચેનું અંતર 40 કી.મી.છે. જે પૈકી ડોળાસાથી ઉના સુધીનાં 20 કી.મી.નું ફોર ટ્રેક સી.સી.રોડ કામ પૂરું બે વર્ષ થી પૂરું થઈ ગયું છે.પણ ડોળાસા થી કોડીનાર સુધીનાં રોડમાં હજુ થી વધું કામ બાકી છે. નવાઈ ની વાત એ છે કે ચોમાસા માં કામ બંધ થયા બાદ હજુ શરૂ નહિ થતા લોકો ખાસ કરીને વાહન ચાલકો રોષ સાથે સવાલ કરે છે.
ડોળાસા-કોડીનાર વચ્ચે ફોરટ્રેકનું કામ 8 માસથી બંધ થયા બાદ પણ હજુ શરૂ કરવામાં આવ્યું નથી
Follow US
Find US on Social Medias