મહિલા સહિત છ શખ્સોએ ધમકી આપતા આજી ડેમ પોલીસમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કણકોટ રોડ ઉપર લાલુ પારેખ ટાઉનશીપમાં રહેતા અને રાજવીર એન્ટરપ્રાઇઝમાં છેલ્લા ત્રણેક મહિનાથી સીઝર તરીકે કામ કરતા જૈનિશ મુકેશભાઈ ગોસ્વામી ઉ.24એ હરેશ જોગરાણા, ચાર અજાણ્યા શખ્સો અને એક અજાણી મહિલા સામે આઈ ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે હું જૂના માર્કેટિંગ યાર્ડ પાસે હતો ત્યારે એક બાઈક ચાલક નીકળેલ જેથી મેં આ બાઈકના નંબર અમારી *”ઇઝી રિકવ નામની એપ્લિકેશનમાં નાખતા જેમાં આ મો.સા. નંબર ૠઉં-03- ખજ-6691ના ત્રણથી વધારે હપતા ચડત હોય જેથી એલ.એન.ટી ફાઇનાન્સ માં જાણ કરતા આ મો.સા.ને સીઝ કરવાનો ઓર્ડર આપેલ જેથી મેં આ મો.સા. ચાલકને ઉભો રખાવી અને મેં મારી ઓળખાણ આપી અને જણાવેલ કે તમારુ મો.સા. ના હપતા ચડત થઈ ગયા છે તમે તમારી મો.સા. ના લોન ના હપતા ભરેલ નથી જેથી મને બેંકે તમારી મો.સા.ને સીઝ કરવાનો ક્ધફર્મ ઓર્ડર આપેલ છે જેથી આ મો.સા. ચાલકે પોતાનું નામ હરેશભાઈ જોગરાણા અને હું અહીં દ્વારકાધીશ હોટલમાં બાજુમાં રહું છું અને તમે ત્યાં આવો આપણે ચા પાણી પી અને આ બાબતે વાતચીત કરી લઈએ બાદમાં મેં મારી સાથે એજન્સીમાં કામ કરતા નદીમભાઈ બેલીમ તથા સોહિલ સુરાણી તથા અભિષેક ગોસાઈને ફોનથી જાણ કરતા તેઓ બધા સાથે સાગરનગરના ખૂણે ગયા હતા ત્યાં હરેશભાઈ હાજર હતા અને ત્યાં એક મહિલા તથા ચાર પુરુષો હાજર હતા મેં આ હરેશભાઈ ને કહ્યું કે તમારું મોટરસાયકલ સીઝ કરવાનું છે ત્યારે હરેશભાઈ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને કહ્યું કે તમે લોકો જે કરતા હોય તે કરો અને અહીંથી નીકળી જાઓ નહિતર મજા નહીં આવે અને હું મારું મો.સા. નહીં આપું એવું કહેતા મારી સાથેના નદીમભાઈએ હરેશભાઈને કહેલ કે ભાઈ તમે આટલા બધા ગુસ્સે ન થાવ અને શાંતિથી વાત કરો તેમ કહેતા આ હરેશભાઈ તથા તેની સાથેના લોકોએ અમારી સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હરેશભાઈએ ત્યાં નીચે પડેલ ડોયો હાથમાં લઈ અને અભિષેકભાઈને ઢીંચણ પર અને સોહીલભાઈને ડાબા હાથે મારી દીધો હતો અને અમારી ચારેય સાથે ઝપાઝપી કરી હતી કોઈએ હાથમાં પહેરેલ કડું મારા માથામાં મારી દીધી હતું તે વખતે કેસરી શર્ટ પહેરેલા માણસે ત્યાંથી તાવીથો લઈ આવી અને અભિષેકને ખંભે મારી દીધેલ અને નદીમ ભાઈ તથા અમો ત્રણેયને વારાફરતી ઢીકા પાટુનો માર માર્યો હતો મેં અમારા ઓનર યુવરાજસિંહને ફોન કરી જાણ કરતા તે કાર લઈને આવતા મને તેમાં બેસાડી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયા હતા આ ઝપાઝપીમાં સોહિલભાઈનો ગળામાં પહેરેલ ચાંદીનો ચેન તૂટી ગયો હતો બાદમાં ફરિયાદ નોંધાવી હતી.



