પાર્ટી પ્લોટ જોવાના બહાને કામ પાર પાડ્યું હતું : 12.50 લાખનો મુદામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જામનગર રોડ ઉપર રિયલ પર્લ પાર્ટી પ્લોટ જોવાના બહાને વૃદ્ધને ડૂમો દઈ 4 લાખનો ચેઇન લૂંટી લેવાની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી બે મહિલા સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી લૂંટમાં ગયેલી સોનાની માળા, કાર, 4 મોબાઈલ અને છરી સહીત 12.50 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
ઘંટેશ્વર ગામમાં રહેતા અને રીયલ પર્લ નામનો પાર્ટી પ્લોટ ધરાવતાં લાભુભાઈ નરસંગભાઈ હુંબલ પાસે ગઈકાલે બપોરે લગ્ન માટે ફાર્મ હાઉસ બુક કરાવવાના નામે આવેલા મહિલા સહિતના શખ્સો છરી બતાવી, ડરાવી 4 લાખની સોનાની માળાની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ આર મેઘાણી, પીએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે તુરંત તપાસ હાથ ધરી હતી બંટી-બબલી જે કાર લઈને આવ્યા હતા તેના સીસીટીવી આધારે નંબર મેળવી ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર નવા થોરાળાના રાહુલ ધનજીભાઇ ચોહાણ ઉ.22, મનહરપુરના શાહિલ ભાનુભાઈ વાઘેલા ઉ.24, માધાપરની સેનીલા ઉર્ફે હેતલ અનવરભાઈ ઠેબા ઉ.19 અને ચાંદની ઉર્ફે ચાર્મી રાજેશભાઈ પરમાર ઉ.25ની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો પોલીસે લૂંટમાં ગયેલી 4 લાખની સોનાની માળા, ગુનામાં ઉપયોગમાં લીધેલી 8 લાખની કાર, 50 હજારના 4 મોબાઈલ અને છરી સહીત 12,50,050 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો 4 પૈકી સાહિલ અગાઉ દારૂ-જુગાર સહીત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.