સારા વરસાદના કારણે જિલ્લામાં મહત્તમ પાણીની સમસ્યા હલ
ઉપરવાસમાં વરસાદના લીધે ઓઝત નદી બે કાંઠે વહેતી થઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ જિલ્લામાં બે દિવસ પેહલા સતત ત્રણ દિવસ મેઘરાજા મન મૂકીને વરસતા જિલ્લમાં 5 ઇંચ થી 16 ઇંચ વરસાદ નોંધાયો હતો અને સારા વરસાદના લીધે શહેરનો વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ ઓવરફ્લો થયા હતા સાથે ગિરનાર જંગલમાં આવેલ હસ્નાપુર ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે જયારે જિલ્લામાં સારા વરસાદના લીધે ઓઝત નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને ઓઝત નદી પર આવેલા તમામ ડેમો પરથી ધસમસતું પાણી જોવા મળ્યું હતું અને ઉબેણ નદી તમજ મધુવંતી નદી સાથે અન્ય નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું ભારે વરસાદના કારણે ઘેડ પંથકના 33 ગામોમાં ઓઝત નદીના પાણી ઘુસી જતા ખેતી પાક અને ખેતીની જમીનનું ધોવાણ થયું હતું
જેના લીધે ખેડૂતોને મુશ્કેલીના સામાના સાથે નુકશાની જોવા મળી હતી.જોકે બે દિવસથી વરસાદે વિરામ લેતા તંત્ર અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગેલે સિંચાઈ વિભાગ હસ્તકના કુલ 17 ડેમો માંથી ચાર ડેમો ઓવરફલો થયા છે તેમાં ઓઝત શાપુર અને ઓઝત વંથલી ડેમો ઓવરફલો થયા હતા જયારે ઉબેણ કેરાળા અને આંણદપુર ડેમ પણ ઓવરફલો થયા હતા અને છેલ્લા ભારે વરસાદના કારણે બાંટવા ખારા ડેમનું રુલ લેવલ જાળવવા બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા હાલની સ્થિતિ પ્રમાણે 17 માંથી 14 ડેમમાં એવરેજ 50.19 % ભરાયેલ જોવા મળી રહ્યા છે.હાલ બે દીવાથી વરસાદે વિરામ લેતા નહિવત પાણીની અવાક જોવા મળી રહી છે બીજી તરફ જિલ્લામાં સતત વરસાદ પડવાને લીધે ઓઝત નદી સહીતની તમામ નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યું હતું જોકે હવે વરસાદ રોકાતા લોકોએ રાહત અનુભવી રહ્યા છે.
જૂનાગઢના 17 ડેમોની આજની સ્થિતિ
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં સિંચાઇ વિભાગ હસ્તકના કુલ 17 ડેમો આવેલા છે જેમાં ચાર ડેમો ઓવરફલો થયા છે અને જિલ્લામાં જે રીતે 3 દિવસ વરસાદ અવિરત પડયો હતો જેના લીધે ડેમોમાં નવા નિરની આવક જોવા મળી હતી. ત્યારે જિલ્લામાં 17માંથી 14 ડેમમાં 50.19 ટકા પાણીની આવક જોવા મળી છે. હજુ સારો વરસાદ થશે તો તમામ ડેમો 100 ટકા ભરાવવાની શકયતા છે. હાલમાં તો વરસાદે વિરામ લેતા આવકમાં ઘટાડો થયો છે.