રિક્ષાચાલક યુવાન અને ચાંદીકામ કરતાં પ્રૌઢ ઘરે જ બેભાન થઈ ગયા: બેડી પાસે કલરકામ કરતા યુવકને અચાનક હ્રદય રોગનો હુમલો આવી ગયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધતા જતાં હાર્ટ એટેકના બનાવો વચ્ચે છેલ્લાં 24 કલાકમાં વધુ ચાર લોકોના હૃદય થંભી ગયા છે. રાજકોટમાં નવા થોરાળા વાલ્મીકિનગરમાં રહેતાં અને રિક્ષા હંકારતા અજયભાઈ ભનુભાઈ મેરાણ ઉ.40 ગત રાત્રે પોતાનાં ઘરે હતાં ત્યારે બેભાન થઈ જતાં તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા હાર્ટ એટેકથી મોત થયાનું જાણવા મળ્યું હતું મૃતકને સંતાનમાં બે દિકરા હોવાનું અને તે બે બહેન અને ત્રણ ભાઈમાં ચોથા નંબરના હોવાનું જાણવા મળ્યું છે જ્યારે સંતકબીર રોડ પર બ્રહ્માણીપરામા રહેતાં અને ચાંદીકામ કરતાં પારસભાઈ દેવજીભાઈ ગઢીયા ઉ.40 ગત મોડી રાત્રે બાથરૂમમાં ગયા હતાં ત્યાંજ ઢળી પડ્યા હતા જેની જાણ પરિવારજનોને થતાં તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા મૃતક એક બહેનમાં મોટાં હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે
મોભીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. આ ઉપરાંત ગાંધીગ્રામમાં મોચીનગરમાં રહેતાં જયેશભાઈ ગૌતમભાઈ જોષી ઉ.53 ગત સાંજે ઘરે હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતાં બેભાન થઈ જતાં વાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ મોત નીપજ્યું હતું મૃતક ભાઈમાં મોટાં અને નમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે જ્યારે બી રોડ સેટેલાઈટ ચોક પાસે રહેતાં રામપ્રસાદ નુરાનીકુમાર ગૌતમ ઉ.33 નામનો યુવક બેડી ચોકડીથી થોડે દૂર માલિયાસણ તરફ જતાં ફાર્મ હાઉસમાં કલરકામ કરતો હતો ત્યારે સાંજે હાર્ટ એટેક આવતાં બેભાન થઈ જતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક રામપ્રસાદ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો તે પાંચ ભાઈ અને એક બહેનમાં ત્રીજાં નંબરનો હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા
મળ્યું છે.



