આનંદસાગર સ્વામીની જાહેરમાં માફી બાદ પણ વિવાદ ચગાવનાર હરિધામ સોખડા જૂથ પોતે જ પાપી!
હરિધામ-સોખડાથી છેડો ફાડનાર પ્રબોધસ્વામી જૂથના સમર્થક સાધુ આનંદસાગર શિવ ભગવાન બાબતે વિવાદીત નિવેદન કર્યાના ગણત્રીના સમયમાં જ પ્રબોધસ્વામીએ આનંદસાગર સ્વામીને 7 દિવસના ઉપવાસ સહિતની શિક્ષા ફરમાવી સનાતન ધર્મના આરાધકો અને ભગવાન ભોળાનાથની માફી માંગતો વિડીયો જાહેર કરવા છતાંય ચોક્કસ જૂથના ઈશારે પ્રબોધસ્વામી અને આનંદસાગર સ્વામીને બદનામ કરવાના અને બળતામાં ઘી હોમવાનું કામ થઈ રહ્યું છે ત્યારે હરિધામ સોખડાના 4 મોટેરા સંતો દ્વારા ભગવાન ભોળાનાથ તથા હિંદુ ધર્મના અન્ય આદરણીય દેવી-દેવતાઓ બાબતે કરવામાં આવતાં નિમ્ન કક્ષાના વાણી-વિલાસના વિડીયો જાહેર કરવામાં આવ્યા છે. આ વિવાદીત ઘટના અંગે હરિધામ સોખડાના પ્રેમસ્વામી, સંતવલ્લભ સ્વામી, આનંદસ્વરૂપ સ્વામી તથા શ્રીજીસૌરભ સ્વામીના ઓડિયો-વિડીયોમાં હિંદુ સનાતન ધર્મના મહાદેવજી ઉપરાંત અન્ય ભગવાન અને ચોક્કસ જ્ઞાતિની પણ અવહેલના કરવામાં આવી છે. કોઈ પણ સંપ્રદાયના સાધુ-સંતોનું કાર્ય સમાજના વિવિધ વર્ગને જોડવાનું છે, અન્ય ધર્મ કે સંપ્રદાયનો આદર કરવાનું છે ત્યારે આવો નિમ્ન કક્ષાનો વાણી-વિલાસ કેટલો યોગ્ય ગણી શકાય? આ વાદવિવાદ વધુ વકરે એ સમાજ અને હિંદુ ધર્મના હિતમાં નથી.
- Advertisement -
શ્રીજીસૌરભ સ્વામીએ તો હદ વટાવી
શ્રીજીસૌરભ સ્વામીની તો તમામ હદ ઓળંગતી વાત વિડીયોમાં જોવા મળે છે. ભગવાન ભોળાનાથના હળાહળ અપમાન સમાન આ વાત તમામ ધર્મપ્રેમી માટે આંચકારૂપ છે. તેમની વિડીયો ક્લિપમાં તેઓએ જણાવ્યું છે કે, તમને એક દિકરી હતી લાઇવ પ્રસંગ કહું છું 8-10 વર્ષનો શિવની ઉપાસનાવાળો શિવ ભગવાનનને એટલું માને એ શિવની ઉપાસના કરે અરે પ્રભુ મે તો તમારી બહુ ઉપાસના કરી છે. પ્રભુ મે તો તમારી આરાધના બહુ કરી મને એવો દિકરો આપજો કે સત્સંગી હોય સત્સંગ કરતો હોય, ભગવાનને માનતો હોય શંકર ભગવાનની કૃપાથી એ દિકરીના આપણા સત્સંગી દિકરા સાથે મેરેજ થયા સ્ટાર્ટીંગ હતો ને એકાદ મહિનો થયો માનતા માની એ દિકરીએ હસબન્ડને કહ્યું કે મારી માનતા પૂરી કરવા તમે આવશો દિકરો દિકરી સાથે જાય છે એ ગામમાં એના ઘરે કે ગામમાં મંદિરમાં સત્સંગ કરતો હતો કોઇને બહાર ના કહેતા કોઇને કહીને સમજાવા ના જતા આ બધા બેઠા છે એમાંથી કોઇને ભગવાન પ્રસંગ ઉભો કરે તો પછી કહેશે કે સ્વામી જૂઠું બોલતા હતા કે ગપ્પો મારતા હતા દિકરો અને દિકરી દર્શન કરવા ગયા પેલી મૂર્તિની સામે બેસી ગઇ ભગવાન ભજવા પ્રાર્થના કરવા પેલો દિકરો આમ ફરતો ફરતો મંદિર જોઇ પાંચ મીનીટ થઇ એટલે પેલી દિકરી ત્યાંને ત્યાં બેસી રહી એની પાસે જાય છે, તેની આંખમાં આંસુ એટલે પૂછે છે કે કેમ રડે છે, એટલે દિકરી ઉભી થઇ એના ખભા પર માથું રાખીને કહ્યું હું ઘરે જઇને તમને આ વાત કહીશ શંકર ભગવાને દર્શન દેતા દેતા પેલી દિકરીને એટલું બોલ્યા બેટા તે મારી ખૂબ આરાધના કરી તે મને પ્રસન્ન કર્યો એ પ્રસન્નાતાના સ્વરૂપે મે તારો સંકલ્પ પૂરો કર્યો કે તને ભક્તિવાળું કુટુંબ જોઇતું હતું, ભક્તિવાળો દિકરો જોઇતો તો અને હવે મારો સંકલ્પ તું પૂરો કર આખી દુનિયા શંકર ભગવાનની આરાધના કરે છે એ શું કહે છે કે મારો સંકલ્પ તું પૂરો ના કરે એટલે પેલી અંચબો પામી ગઇ કે આખી દુનિયાના નાથ તમે બધાના સંકલ્પ તમે પૂરા કરો હું કઇ એ છું કે શંકર ભગવાન, પછી શંકર ભગવાન બોલ્યા કે તને જે ગુરૂ મળ્યા છે એના દર્શન મને નથી. એ દર્શન અને સેવા કરવા માટે મારો સંકલ્પ એ છે કે તારા કુટુંબમાં હું જન્મુ અને બાળક થઇને આવું આ એક પ્રસંગ છે કે કેટલા મોટા છો તમે બોલો કેટલા મોટા છો તમે પેલી દિકરીએ દિકરાને વાત કરી, પછી હરિદાનંદ સ્વામીને વાત કરી હશે.
શ્રીજી સૌરભ સ્વામીની ઑડિયો ક્લિપ
- Advertisement -
ભગવાન રામને સત્ત્વગુણી અને મહાદેવને ધમાલી કહેતાં સંત સ્વામી
ભગવાન રામ સીતાજીનો પક્ષ રાખી ન શક્યા એટલે વનવાસમાં મૂકવા પડ્યા: સંત સ્વામી
હરિધામ સોખડાના સંત સ્વામીએ એક પ્રવચનમાં ભગવાન શ્રીરામને સત્ત્વગુણી અને દેવાધિદેવ મહાદેવને ધમાલી કહ્યા છે. તેમની વિડીયો ક્લિપમાં તેમણે જણાવ્યું છે કે, એક ઉપમાંથી ઘેરાયેલા એનું સમર્પણ અદભૂત હોય શકે છે, અને સાર્થિક ભાવે કરીને તેઓ તેનો પક્ષ રાખી શકતા હતા. સીતાજીનો પક્ષ રાખી ના શક્યા. સીતાજીને વનવાસમાં મૂકી આવ્યા અને છેવટે અંતે એને ધરતીમાં સમાઇ જવું પડયું. સાર્થિક ભાવે કરીને સ્વીકારી લે છે. આ એનો સ્વભાવ છે. કૈલાશની અંદરથી જે બધાય આવ્યા એ બધાનો તપ, ત્યાગ, વૈરાગ્ય જબરદસ્ત હોય શકે છે, પણ ઘમાણમાં મુકાતા હોય છે, અને સ્વર્ગની અંદરથી જે બધા આવ્યા એ બધા ખૂબ જ આનંદ કરતા હોય છે. વૈભવી જીવન, રાજશી જીવન, અને એટલે વૈભવી જીવન જીવવા માટે ઠાકરજીનો થાળ હોય એમાંથી લાડુ હોય, મીઠાઇ હોય એ ચોરીને ખાઇ જાય છે.
સંતસ્વામીની વિડીયો ક્લિપ
આનંદસ્વરૂપ સ્વામીએ ભગવાન ભોળાનાથને અહંકારી કહ્યા
હરિધામ સોખડાના આનંદસ્વરૂપ સ્વામીએ ભગવાન ભોળાનાથને અહંકારી ગણાવ્યા છે. તેમની વિડીયો ક્લિપમાં તેમણે જણાવ્યું છે કે, તપશ્ચર્યાથી જીવની અંદર અહંકાર પ્રગટે સમજી રાખજો. એ વાત તપસ્વી તો શંકર ભગવાન પણ હતા પણ સહેજ અપમાન થયું જય સ્વામીનારાયણ કંઇનું કંઇ બધું ધનોત- પનોત કાઢી નાખે ત્રીજું લોચન ખોલીને પણ જયારે બ્રદ્મ સ્વરૂપ સંતો ગમે તેવું અપમાન થાય એ ગમે તેવો તિરસ્કાર થાય છતાં હાથ જોડીને જ વર્ત્યા કરે બસ. કિંચિંત પોતાની અંદર અંનત ઐશ્વર્ય હોય પણ ઐશ્વર્ય અપનાવે નહીં એ વાતનો હાર્દ છે, તો આપણે કેવા થવું છે.
આનંદસ્વરૂપ સ્વામીની વિડીયો ક્લિપ
ભગવા લજવનાર સામે હિન્દુ ધર્મનાં વિવિધ સંગઠનો, સંતો-મહંતો પગલાં ભરશે?
હિન્દુ ધર્મના જ એક સંપ્રદાયના અમુક સંતોના વાણી-વિલાસથી સનાતન ધર્મની ગરિમા ઝંખવાય રહી છે ત્યારે આ મામલે હિંદુ ધર્મના વિવિધ સંગઠનો, મહામંડલેશ્ર્વર, પીઠાધીપતિઓ, ગાદીપતિઓએ ત્વરીત આકરી પ્રતિક્રિયા આપીને ફરીવાર આવી ભૂલ કોઈ ના કરે તેવા પ્રયાસો કરવા જોઈએ. સનાતન ધર્મની રક્ષા કરવાની અને તેનું માન-સન્માન જાળવવાની જેમની ફરજ છે તેવા તમામ ભગવાધારકોએ અને સંગઠનોના હોદ્દેદારોએ આવી પ્રવૃત્તિ કાયમી ધોરણે બંધ થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ.
પ્રેમસ્વામીનો જ્ઞાતિને ઉતારી પાડતો વાણી-વિલાસ
હરિધામના મોટેરા સંત પ્રેમસ્વામીએ હિંદુ સમાજની જ અન્ય જ્ઞાતિને ઉતારી પાડતી હિન કક્ષાની વાતો કરી છે. તેમની વિડીયો ક્લિપમાં તેમણે જણાવ્યું હતું કે, ભગવાન સ્વામીનારાયણ વડતાલમાં ભગવાન સ્વામીનારાયણને અક્ષર ઓરડીની બહાર સ્નાન કરાવતા હતા મૂળજી બ્રહ્મચારી. ત્યાં આપણી જેમ બાથરૂમો નથી, ચોકડી હોય ખુલ્લી અને નવડાવતાતા, અને એ મહારાજે સ્નાન કરેલું પાણી એ નીકમાં થઇને પાછળની બાજુ પડતું હતું અને એ પાણીમાં પાછલા વિસ્તારમાં વાઘરી લોકો રહેતા હતા એના બાળકો બે-ત્રણ નહાતા હતા અને ખિલખિલાટ કરીને આનંદ કરતા હતા એટલે મહારાજ મૂળજી બ્રહ્મચારી પૂછે કે આ શાનો અવાજ આવે છે એ મૂળજી બ્રહ્મચારીએ દિવાલ આગળ જઇ પાછળ જઇને જોયું મહારાજ પેલા વાઘરીના છોકરા છે ને એ તમારા પ્રસાદીના જળમાં સ્નાન કરે છે બહુ સમજવા જેવી વાત છે આ સંબંધ કેટલો અદભૂત છે આપણને આ વાત સમજાય જાય તો પછી કોઇ વાત કરવાની રહેતી જ નથી સમજવાની રહેતી નથી મહારાજ સહજ બોલ્યા સૌ બ્રહ્માધિત દેવતા બની ગયા કે લે જેનું પ્રસાદીનું જળ સ્પર્શ થયો છે ખાલી મહિમાથી નહીં વિચારીએ આપણે આપણને એના એજ પૂરૂષ મળે છે આટલુંય ઓછું નથી અને એની તો કેટલી પ્રસાદી છે, અને એને આપણને પોતા માટે અને બવ બહું થઇ ગયું છે, આ વાતને બહું મોટી વાત બની છે નાની વાત નથી બની આ ખરેખર વિચાર માંગી લે એવી વાત છે આ વાત ખરેખર મનબુદ્ધિથી સમજાય જાય મનાઇ જાય આપણને જીવન ધન્ય અને કૃતાર્થ થઇ જાય કંઇક કરવાનું ના રહે.
સંતસ્વામીની વિડીયો ક્લિપ
‘ઊંટના તો અઢારેય વાંકા’ જેવા હરિધામ-સોખડાના અમુક સંતો
બળતામાં ઘી હોમવાનું કાર્ય કરનારાઓ માટે ‘મુખડા દેખો દર્પણમેં’ જેવો ઘાટ
ભગવાન ભોળાનાથ બાબતે અયોગ્ય વાત કરનાર આનંદસાગર સ્વામીએ તો જાહેરમાં માફી માંગતો વિડીયો મૂકીને અને પ્રબોધસ્વામીએ આનંદસાગર સ્વામીને સાત દિવસના ઉપવાસ સહિતની શિક્ષા આપીને તેમના પદ અને સાધુતાની ગરિમાને ઉજળી કરી બતાવી છે ત્યારે અવારનવાર દેવાધિદેવ મહાદેવ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ સહિતના દેવી-દેવતાઓ અને હિંદુ ધર્મની જ અન્ય જ્ઞાતિઓ કે સંપ્રદાયો બાબતે અશોભનીય વાણી-વિલાસ કરનાર હરિધામ સોખડાના આ કહેવાતા સંતો માફી માંગવાની કે ભૂલ કબૂલવાની હિંમત બતાવશે ખરા? ‘ઊંટના તો અઢારેય વાંકા’ જેવા લક્ષણો ધરાવતાં અમુક કહેવાતા સાધુઓ એ વાત ભૂલી જાય છે કે અન્યના દોષ બતાવવા માટે ચિંધાયેલી એક આંગળીની સામે ત્રણ આંગળી પોતાની તરફ પણ હોય છે. બીજાની નિંદા કરવામાં કે વિવાદ ઉભો કરીને બળતામાં ઘી હોમવાનું કાર્ય કરનારાઓએ ‘મુખડા દેખો દર્પણ મેં’ વાતને પણ યાદ રાખવી જોઈએ.